Not Set/ જેતપુરમાં આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો, પિતા પુત્રના મોત, ત્રણ ઘાયલ

જેતપુર, જેતપુર તાલુકામાં ખેડૂત પરિવાર રાત્રે વાડીએથી ખેતી કામ પતાવીને ટ્રેક્ટર લઈ ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં અચાનક ખોદવામાં આવેલ નર્મદાની લાઇનના ખાડામાં ઉતરી ગયું હતું..જેના કારણે આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો હતો…જેમાં ચાલક અને પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું. જ્યારે માતા અને તેમની ત્રણ પુત્રીઓને  સારવાર માટે  સરકારી […]

Gujarat
jetpurr જેતપુરમાં આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો, પિતા પુત્રના મોત, ત્રણ ઘાયલ

જેતપુર,

જેતપુર તાલુકામાં ખેડૂત પરિવાર રાત્રે વાડીએથી ખેતી કામ પતાવીને ટ્રેક્ટર લઈ ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં અચાનક ખોદવામાં આવેલ નર્મદાની લાઇનના ખાડામાં ઉતરી ગયું હતું..જેના કારણે આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો હતો…જેમાં ચાલક અને પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું. જ્યારે માતા અને તેમની ત્રણ પુત્રીઓને  સારવાર માટે  સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા..

જેતપુર તાલુકાના જેપુર ગામનો ખેડૂત પરિવાર રવિવારનીમોડી રાત્રે એક જ પરિવાર સાઅથેઅ દર્દનાક ઘટના બની જેમાં રમેશભાઈ કાળાભાઈ ચાવડા ઉ.45 ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે પોતાના પરિવાર સાથે ખેતી કામ કરે છે જેમાં રવિવારના રોજ મોડી રાત્રે તેઓ ખેતી કામ પતાવી પત્ની વિજ્યાબેન પુત્ર તુષાર તેમજ ત્રણ પુત્રીઓ ઉર્વીશા, રૂચિતા અને પુનમને સાથે પોતાના ટ્રેક્ટરમાં ઘરે આવવા નીકળ્યા જેમા જેતપુર પહોંચતા રસ્તામાં આવેલ વળાંકે કોઈ કારણસર રમેશભાઈએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તાની નીચે ઉતરીને રસ્તાની બાજુમાં જ ખોદવામાં આવેલ નર્મદાની લાઇનના ખાડામાં ઉતરી પલ્ટી મારી જતાં આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો હતો.

jetpurr 1 જેતપુરમાં આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો, પિતા પુત્રના મોત, ત્રણ ઘાયલ

રાત્રીના અંધારામાં શોરબકોર કરવા લાગ્યા એટલામાં ત્યાંથી નીકળતા રાહદારીઓ આ અવાજ સાંભળીને અવાજની દિશામાં તપાસ કરતા ખાડામાં પડેલ ટ્રેક્ટર નીચેથી અવાજ આવતો હતો જેથી તરત જ ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયેલ પરિવારને બહાર કાઢતા ચાલક રમેશભાઈ અને પુત્ર તુષારનું તો ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું.

jetpurr 2 જેતપુરમાં આંખો પરિવાર ટ્રેક્ટર હેઠળ દબાઈ ગયો, પિતા પુત્રના મોત, ત્રણ ઘાયલ

બાકીનાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી માતા અને તેમની ત્રણ પુત્રીઓને  સારવાર માટે વીરપુર સરકારી હોસ્પીટલે લઈ જવામાં આવ્યા જયા તેઓની પ્રાથમિક સારવાર આપી ચારેયને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે રિફર કરવામાં આવી હતી