Viral Video/ રાખી સાવંતે રસ્તા વચ્ચે ભાલો ફેંકી નીરજ ચોપડાની કરી નકલ, જીત્યુ લોકોનું દિલ, Video

અભિનેત્રી રાખી સાવંત હેડલાઇન્સમાં આવવાનો એક પણ બહાનુ છોડતી નથી. હવે જ્યારે નીરજ ચોપડાએ 13 વર્ષ પછી દેશ માટે ગોલ્ડ જીત્યો ત્યારે રાખી સાવંતે પણ થોડી પાછળ રહેવાની હતી.

Entertainment
રાખી

અભિનેત્રી રાખી સાવંત હેડલાઇન્સમાં આવવાનો એક પણ બહાનુ છોડતી નથી. હવે જ્યારે નીરજ ચોપડાએ 13 વર્ષ પછી દેશ માટે ગોલ્ડ જીત્યો ત્યારે રાખી સાવંતે પણ થોડી પાછળ રહેવાની હતી. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે, જે દેશનાં તમામ લોકોનું સ્વપ્ન હતું. હવે રાખી સાવંત પણ પોતાને આ જુસ્સાથી દૂર ન રાખી શકી અને એટલે જ રાખી સાવંતે રસ્તા વચ્ચે ઉતરીને નીરજ ચોપડાનાં અંદાજમાં ભાલો ફેંકવાનો પ્રયાસ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – મ્યુઝિક વિડીયો / સોનુ સૂદનું ન્યૂ સોંગ સાથ ક્યા નિભાઓગે રિલીઝ, જોવા મળી ટોકી કક્કર અને અલ્તાફ રાજાની જુગલબંધી

આ વીડિયોને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે અને લોકો તેના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. રાખી સાવંતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ગુલાબી ટોપ પહેરેલી રાખી સાવંત રોડ વચ્ચે ભાલા ફેંકવાનાં અંદાજમાં લાકડી ફેંકતી જોવા મળે છે અને આસપાસ હાજર લોકોને કહે છે કે મેં પ્રયત્ન તો કર્યો ને.. મેં સારું કર્યું ને.’ આ પછી રાખી જય હો અને જય હિન્દનાં નારા પણ લગાવે છે. છેલ્લે તે બાય કહીને પોતાની કારમાં પાછી બેસી જાય છે. તેના ચાહકો પણ તેને બાય કહે છે. રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Indian Idol 12 / સિંગિંગ રિયાલિટી શો’ના સેમિફાઇનલ એપિસોડમાં કરણ જોહર ખાસમહેમાન તરીકે પહોંચ્યા,ત્રણ સ્પર્ધકોને આપી આ ખાસ ભેટ

તેના પર એક ચાહકે લખ્યું, ‘ખૂબ જ સ્વચ્છ દિલ ની… બાકીની નૌટંકી રાણીઓ કરતા ઘણી સારી. વળી, અન્ય ચાહકે લખ્યું, ‘એકદમ શુદ્ધ દિલની.. પાગલ છે, પણ તે સારી છે. બીજી તરફ, અન્ય ચાહકે રાખીને ક્યૂટ કહી છે, જ્યારે અન્ય ચાહકે તો એવું પણ લખ્યું છે કે તે આગામી 2024 પેરિસ ઓલિમ્પિકમાં જવાની છે. અત્યાર સુધી આ વીડિયોને 40 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાલા ફેકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીતી દેશને એક ગર્વનો અહેસાસ કરાવ્યો છે.