Bigg Boss/ બિગ બોસના ઘરમાં આરતીની થાળી લઈને રાખી સાવંતે કર્યું પતિનું સ્વાગત, જુઓ વીડિયો

રાખી સાવંતના પતિ ક્યારેય જાહેરમાં દેખાયા નથી. આ પહેલીવાર છે જ્યારે તેના પતિની તસવીર સામે આવી છે. એક અહેવાલ મુજબ રાખીનો પતિ રિતેશ છે.

Trending Entertainment
રાખી સાવંતે

ટીવીની ડ્રામેબાઝ એક્ટ્રેસ રાખી સાવંત બિગ બોસની આગલી સિઝનથી બૂમો પાડી રહી છે કે, તેના પતિ શોમાં એન્ટ્રી કરશે, જેને જોયા બાદ બધાના હોશ ઉડી જશે. આખરે તે ક્ષણ આવી ગઈ છે, જેની તમામ ચાહકો રાહ જોઈ રહ્યા હતા. રાખી સાવંતના પતિએ બિગ બોસ 15ના ઘરમાં એન્ટ્રી કરી લીધી છે, જેનું જોરદાર   સ્વાગત કરવામાં આવ્યું છે. બિગ બોસ 15 ના તાજેતરના પ્રોમોમાં, રાખી સાવંતે તેના પતિની તેના હાથથી આરતી કરતી જોવા મળે છે. રાખી સાવંતે પણ પતિની એન્ટ્રી પહેલા ‘મેરા પિયા ઓ રામજી’ ગીત પર જોરશોરથી ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો : પ્લેબેક સિંગર શ્રદ્ધા પંડિતે એક્સ મેનેજર સામે નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

પ્રોમોમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ્સને જોઈને બિગ બોસ 15ના ઘરમાં પહેલાથી જ ઉપસ્થિત ઘરવાળાને પણ ખુશી થઈ. જો કે, રિયલ સરપ્રાઈઝ ત્યારે મળી જ્યારે રાખી સાવંતે કેમેરા સામે જોઈને જાહેરાત કરી કે, પહેલીવાર તે નેશનલ ટેલિવિઝન પર તેના પતિનો દુનિયા સાથે પરિચય કરવવા જઈ રહી છે.

રાખી સાવંતના લગ્ન થયા ત્યારે પણ તેણે તેના પતિની તસવીર શેર કરી ન હતી. કેટલાકને લાગે છે કે આ માત્ર તેમનું નાટક છે. ગયા વર્ષે જ્યારે તે ‘બિગ બોસ’ના ઘરમાં પ્રવેશી ત્યારે તેણે ઘણી વખત તેના પતિનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે એવી અટકળો ચાલી રહી હતી કે રિતેશ શોમાં જઈ શકે છે, જો કે એવું થયું નહીં. હવે એક વર્ષ પછી, એવું લાગે છે કે આ સિઝનમાં, રાખીનો પતિ પહેલીવાર જાહેરમાં દેખાઈ શકે છે.

આ પણ વાંચો :રણવીર સિંહની ફિલ્મ 83 નું ટીઝર આવ્યું સામે, જાણો ક્યારે રિલીઝ થશે મૂવી

રાખી સાવંતના કહેવા પ્રમાણે, તેનો પતિ એનઆરઆઈ બિઝનેસમેન છે અને તેને મીડિયાની સામે આવવું પસંદ નથી. રિતેશ આજ સુધી મીડિયા સામે આવ્યો નથી. પરંતુ હવે કલર્સના આ શોમાં દુનિયા પહેલીવાર રાખીના પતિનો ચહેરો જોઈ શકશે.

આજની રાતના એપિસોડમાં રાખી સાવંતના પતિનો ચહેરો જોઈ શકાય છે. બાય ધ વે, શોમાં રાખી સાવંત અને તેના પતિની એન્ટ્રીની શું અસર થશે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :અતરંગી રેના નિર્દેશક આનંદ એલ રાયે અક્ષય કુમારને લઈને કહી આ વાત…

આ પણ વાંચો :અમદાવાદમાં અહાન શેટ્ટી-તારા સુતારિયા તેમની ફિલ્મ તડપના પ્રમોશન માટે પહોંચ્યા

આ પણ વાંચો :જર્સી બાદ અલ્લુ અર્જુન સાથે ધાંસૂ ફિલ્મમાં કામ કરશે શાહિદ કપૂર!!