Not Set/ બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

કોરોનાકાળમાં હજી લોકો કોરોનાનો ઘા ભૂલ્યા નથી ત્યાં જ હવે રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશતે હાહાકાર મચાવી દીધો છે. દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા પુષ્ટિ કરાઇ છે…

Trending
Makar 95 બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ

 

બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન

કોરોનાકાળમાં હજી લોકો કોરોનાનો ઘા ભૂલ્યા નથી ત્યાં જ હવે રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશતે હાહાકાર મચાવી દીધો છે. દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા પુષ્ટિ કરાઇ છે ત્યારે હવે આ નવી મુસીબત સામે લોકોને સાવધાન રહેવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચના અપાઇ છે.ગુજરાત,કેરળ,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,હિમાચલ પ્રદેશ,હરિયાણામાં પક્ષીઓનાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે.કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરાઇ છે.હિમાચલ-હરિયાણા સહિત અસરગ્રસ્ત રાજ્યોમાં કેન્દ્રીય ટીમ દોડાવાઇ છે.

Makar 97 બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હાઇએલર્ટ

ગુજરાતમાં બર્ડ ફ્લૂનાં બે કેસ સામે આવતા સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.જૂનાગઢનાં માણાવદરનાં બાંટવા ગામે બે ટિંટોડીનાં મૃત્યુ થતાં બંનેનાં નમૂનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જૂનાગઢમાં બર્ડ ફ્લૂને લઇ સ્થાનિક પ્રશાસને બાંટવા ગામના અસરગ્રસ્ત વિસ્તાર પર પ્રતિબંધ મુકયો છે તો બીજી બાજુ તમામ રક્ષણાત્મક પગલા લેવા કલેક્ટરને આદેશ કરાયો છે.જુનાગઢના માંગરોળમાં 70 કાગડાઓના મોત થતાં હવે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.રાજ્યનાં તમામ ઝુમાં પક્ષીઘર બંધ કરવાનો હાલ સરકાર દ્વારા નિર્ણય કરાયો છે જેને પગલે વડોદરાનાં સયાજીબાગ ઝુનું પક્ષીઘર બંધ કરાયું છે.

Makar 96 બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ?

બર્ડ ફ્લૂનું નામ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાઇરસ છે.ભારતમાં પાંચ રાજ્યોમાં H5N1 વાયરસનાં નામથી આ વાયરસ ઓળખાય છે.પક્ષીઓની સાથે માણસોમાં આ વાયરસ ફેલાઇ શકે છે.સંક્રમિત પક્ષીને મારતા ચેપનો ખતરો વધી શકે છે તો બીજી બાજુ ઇંડાનું સેવન કરતાં ચેપ લાગવાની સંભાવનાને નકારી શકાતી નથી.ચેપ લાગતા આ રોગ પ્રાણઘાતક નીવડી શકે છે.

Makar 98 બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

શું છે બર્ડ ફ્લૂનાં લક્ષણો?

બર્ડ ફ્લૂ એ એક પ્રકારનો શ્વસનતંત્રનો રોગ હોવાની જાણકારી સામે આવી છે.જેમાં વ્યકિતને તાવ,ઉધરસ,ગળામાં દુખાવો કે સોજો આવી શકે છે.માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ પણ થઇ શકે છે આ ઉપરાંત ન્યૂમોનિયાનાં લક્ષણ પણ હોઇ શકે છે જે આગળ જતાં મગજ-પાચનતંત્રને અસર કરી શકે છે.આ રોગ આગળ જતાં ઘાતક પુરવાર થઇ શકે છે.

Makar 99 બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

કોરોનાકાળમાં બચજો ફ્લૂનાં ફફડાટથી

કોરોનાકાળ હજી ગયો નથી.રાજ્ય સહિત દેશભરમાં બર્ડ ફ્લૂની નવી ઉપાધિએ લોકોની ચિંતા વધારી છે.ગુજરાતમાં પણ હવે સરકાર દ્વારા જો લક્ષણ દેખાય તો કેન્દ્ર સરકારની ગાઇડલાઇન ફોલો કરવા જણાવાયું છે ત્યારે હાલનાં સમયમાં તમામ બાબતોમાં સતર્કતા અને સાવધાનીથી જ નવી ઉપાધિ સામે સહી સલામત રહી શકાશે.બર્ડ ફ્લૂથી બચવા સતર્કતા રાખવી જરૂરી છે. 20 સેકંડ સુધી તમારા હાથ ધોવા. સાબુથી વારંવાર હેન્ડવોશ કરવા.સેનિટાઇઝર હંમેશા સાથે રાખો. જો તમે તમારા હાથ ધોતા ન ધોઈ શકો એવુ હોય તો સેનિટાઇઝ કરો.સંક્રમિત પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લેવાનું અને ત્યાં કામ કરતા લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું હિતાવહ છે.પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા અથવા મુલાકાત લેતા લોકોએ પી.પી.ઇ કીટ પહેરવી જોઈએ. ડિસ્પોઝલ ગ્લોવ્ઝ પહેરો અને ઉપયોગ પછી તેને નષ્ટ કરો.જો આ નિયમોનું પાલન કરીશું તો ચોક્કસથી કોરોના હોય કે બર્ડ ફ્લૂ – જંગ સામે જીત નક્કી છે.

Jakarta / 62 મુસાફરો સાથે ઇન્ડોનેશિયાનું વિમાન જકાર્તાથી ટેકઓફ બાદ ક્…

Political / ચીનમાં ફસાયેલા માલવાહક જહાજનાં 23 સભ્ય દળને લઇને કેન્દ્રીય મ…

Vaccine / કોરોનાકાળમાં રાહતનાં સમાચાર, 16 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો