Not Set/ રક્ષામંત્રી નિર્મલા સિતારમણે બંગાળને લઇને દર્શાવી ચિંતા, કહ્યુ ચૂંટણી પૂર્ણ થયા બાદ TMC નરસંહાર શરૂ કરી શકે છે

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો હવે પૂર્ણ થવા જઇ રહ્યો છે, આ વખતનાં દરેક તબક્કામાં ઘણી જગ્યાએ હિંસાનાં બનાવ બન્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ નાજૂક બની રહી છે. જેને લઇને રક્ષામંત્રી નિર્મલા સિતારમણે ચિંતા વ્યક્ત કરતા રાજ્યમાં નરસંહાર થવાની આશંકા દર્શાવી છે. રક્ષામંત્રીએ આદર્શ આચારસહિતા 23 તારીખે પૂર્ણ થાય ત્યા સુધી ચૂંટણી પંચને કેન્દ્રીય […]

Top Stories India
hqdefault 2 રક્ષામંત્રી નિર્મલા સિતારમણે બંગાળને લઇને દર્શાવી ચિંતા, કહ્યુ ચૂંટણી પૂર્ણ થયા બાદ TMC નરસંહાર શરૂ કરી શકે છે

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો હવે પૂર્ણ થવા જઇ રહ્યો છે, આ વખતનાં દરેક તબક્કામાં ઘણી જગ્યાએ હિંસાનાં બનાવ બન્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ નાજૂક બની રહી છે. જેને લઇને રક્ષામંત્રી નિર્મલા સિતારમણે ચિંતા વ્યક્ત કરતા રાજ્યમાં નરસંહાર થવાની આશંકા દર્શાવી છે. રક્ષામંત્રીએ આદર્શ આચારસહિતા 23 તારીખે પૂર્ણ થાય ત્યા સુધી ચૂંટણી પંચને કેન્દ્રીય સુરક્ષાદળોની જમાવટ કરવાની વાત કરી છે.

રક્ષામંત્રીએ કહ્યુ કે, બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી જે શરૂઆતથી જ ધમકી આપતા આવ્યા છે, જેના કારણે મને ડરે છે કે આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ TMC ત્યા(પશ્ચિમ બંગાળ)માં નરસંહાર શરૂ ન કરી દે. જેને ધ્યાને લેતા અમારી માંગ છે કે, સુરક્ષાદળોને ત્યા રાખવામાં આવે, જ્યા સુધી એમસીસી પૂર્ણ ન થઇ જાય.

ઉલ્લેખનીય છે કે, થોડી ક્ષણોમાં લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂર્ણ થઇ જશે. જેના પરીણામ માટે 23 મે ની રાહ જોવી પડશે. પરંતુ તે પહેલા આપને કોણ આ ચૂંટણીમાં બાજી મારી ગયુ અને કોના હાથમાં આવી શકે છે હાર તે વિશે Exit Poll દ્વારા આપ જાણકારી મેળવી શકો છો.