Not Set/ રામલીલામાં રામ વિયોગનું દ્રશ્ય,  ‘દશરથ’ વાસ્તવિકમાં મરી ગયા

રામલીલામાં વારંવાર જોવા મળે છે કે વાસ્તવિક પાત્રની જેમ દેખાવા માટે, લોકો વિવિધ પ્રકારનાં કપડાં પહેરે છે અને જબરદસ્ત સંવાદો બોલે છે. આમ કરીને, તેઓ પોતાના પાત્રને જીવંત બનાવે છે. પરંતુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક વ્યક્તિ રાજા દશરથના પાત્રમાં એટલો ડૂબી ગયો હતો કે તે રામના વિયોગમાં સાચે જ સેટ પર મૃત્યુ […]

India Navratri 2022
r1 રામલીલામાં રામ વિયોગનું દ્રશ્ય,  'દશરથ' વાસ્તવિકમાં મરી ગયા

રામલીલામાં વારંવાર જોવા મળે છે કે વાસ્તવિક પાત્રની જેમ દેખાવા માટે, લોકો વિવિધ પ્રકારનાં કપડાં પહેરે છે અને જબરદસ્ત સંવાદો બોલે છે. આમ કરીને, તેઓ પોતાના પાત્રને જીવંત બનાવે છે. પરંતુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક વ્યક્તિ રાજા દશરથના પાત્રમાં એટલો ડૂબી ગયો હતો કે તે રામના વિયોગમાં સાચે જ સેટ પર મૃત્યુ પામ્યો હતો.

આ ઘટના હરિયાણાના ઝુનઝુનુ જિલ્લાના માલસીસર વિસ્તારની છે, જ્યાં કંકડલાલ ગામની રામલીલામાં કુંદનલાલ નામનો વ્યક્તિ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યો હતો. રામ વિયોગનું દ્રશ્ય આવ્યું અને રામ  જંગલમાં ગયા પછી દશરથ અભિનય કરવાના હતા. આ દરમિયાન કુંદનલાલે  દશરથ  રાજાનું પોતાનું પાત્ર ભજવ્યું અને અંતિમ શ્વાસ લીધા. લોકોને લાગ્યું કે કુંદનલાલ હજી અભિનય કરે છે. પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

રામલીલા જોવા આવેલા બધા દર્શકો રાજા દશરથ તરીકેની ભૂમિકા ભજવતા કુંદનલાલના અચાનક અવસાનને કારણે રડવા લાગ્યા. આ પછી રામલીલાના આયોજકોએ સમય પહેલા રામલીલાની સમાપનની ઘોષણા કરી હતી.

રામલીલા સમિતિ દ્વારા કુંદનલાલના પાર્થિવ દેહને તેના ઘરે લાવવામાં આવ્યો હતો. તેમની છેલ્લી મુલાકાત માટે પણ લોકોની ઘણી ભીડ ઉમટી પડી હતી.  લોકો માનતા જ નથી કે અભિનય કરતી વખતે તેનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ 65 વર્ષીય કુંદનલાલ છેલ્લા ઘણા સમયથી રામલીલામાં રાજા દશરથનું પાત્ર ભજવી રહ્યા હતા.  લોકો તેના  અભિનયની પણ પ્રશંસા કરી રહ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે આશરે ત્રીસ વર્ષ પહેલાં કુંદનલાલના ભાઈ જગદીશનું પણ તે જ સમયે મૃત્યુ થયું હતું જ્યારે તે રામલીલામાં દશરથનું પાત્ર ભજવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.