Not Set/ રમીઝ રાજાની ચેતવણી, જે અમારી સાથે થયુ તેનો અમે લઇશું બદલો

અમે પોતાને મજબુત બનાવીશું અને એવી માનસિકતા સાથે આગળ વધીશું કે અમારે હાર ન માનવી પડે કારણ કે તમે અમારી સાથે યોગ્ય કર્યું નથી.

Sports
પોતાને

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નાં અધ્યક્ષ રમીઝ રાજાએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા ઓક્ટોબરમાં તેની પુરૂષ અને મહિલા ટીમનો પાકિસ્તાન પ્રવાસ સુરક્ષાની ચિંતાને કારણે રદ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. ઈંગ્લેન્ડ પહેલા, ન્યુઝીલેન્ડે પ્રથમ મેચની શરૂઆતનાં થોડા સમય પહેલા સુરક્ષા કારણોનું કારણ આપીને તેમની મર્યાદિત ઓવરોનો પ્રવાસ રદ કર્યો હતો.

આ પણ વાંચો – KKR vs RCB / સંકટ સમયે વિરાટની ટીમનો આ ખેલાડી કરી રહ્યો હતો કઇંક અલગ જ કામ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) મંગળવારે વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં રમીઝે કહ્યું હતું કે, ‘દરેક ગુસ્સામાં હતા, કારણ કે ન્યુઝીલેન્ડે તેને કયા પ્રકારની સુરક્ષાની ધમકીઓ મળી હતી તે સમજાવ્યા વગર પ્રવાસ છોડી દીધો હતો.’ રમીઝ રાજાએ કહ્યું કે આનાથી વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે. “અમારે વેસ્ટ ઈન્ડિઝ સામે સીરીઝ રમવાની છે જેના પર આની અસર થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા પહેલેથી જ પુનર્વિચારણા કરી રહ્યું છે. રાજાએ વધુમાં કહ્યુ “હું ઈંગ્લેન્ડનાં હટવાથી નિરાશ છું પરંતુ તે અપેક્ષિત હતું કારણ કે પશ્ચિમનાં દેશો એક થાય છે અને એકબીજાને ટેકો આપે છે.”

https://twitter.com/TheRealPCB/status/1440304577203507208?s=20

તેમણે કહ્યું કે, તમે સુરક્ષાનાં ખતરા અને ધારણાનાં આધારે કોઈપણ નિર્ણય લઈ શકો છો. ગુસ્સાની ભાવના હતી કારણ કે પહેલા ન્યુઝીલેન્ડે પોતાની સામે આવેલા ખતરા વિશે જાણકારી શેર ક્યા વિના હટી ગયા. હવે, ઈંગ્લેન્ડ જો કે તે અપેક્ષિત હતું. આ આપણા માટે એક પાઠ છે કારણ કે જ્યારે આપણે આ પક્ષોની મુસાફરી કરીએ છીએ ત્યારે આપણે કડક ક્વોરેન્ટિનમાંથી પસાર થવું પડે છે અને અમે તેમની સલાહને સહન કરીએ છીએ, પરંતુ આમા એક પાઠ છે. એટલે કે હવેથી આપણે આપણા હિતમાં છે તેટલું જ આગળ વધીશું.

આ પણ વાંચો – Cricket / બ્રોડે ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો, કહ્યુ- ખરાબ રહ્યો અનુભવ, અહી ધીમુ હતુ Wi-Fi

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંતર ભરવા માટે ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ચર્ચા કરી રહ્યું છે પરંતુ લોજિસ્ટિક મુસિબત પણ આવી શકે છે. રમીઝ રાજાએ કહ્યું, અમે વર્લ્ડ કપમાં જઈશું જ્યાં અમારું લક્ષ્ય હવે ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ હશે. અમે પોતાને મજબુત બનાવીશું અને એવી માનસિકતા સાથે આગળ વધીશું કે અમારે હાર ન માનવી પડે કારણ કે તમે અમારી સાથે યોગ્ય કર્યું નથી અને અમે મેદાન પર તેનો બદલો લઈશું.