ACB/ ભરૂચના નેત્રંગમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

એસીબીએ પાંચ લાખની લાંચ લેતા આરોપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાજ ઘાંચીને રંગેહાથે ઝડપાયા હતા. 

Top Stories Gujarat
3 1 ભરૂચના નેત્રંગમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

ગુજરાતમાં લાંચના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે., એસીબીએ લાંચ વિરોધી અભિયાન હાથ ધર્યું  છે. ભરૂચમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા.એસીબીએ ઝટકું ગોઠવીને સફળ ટ્રેપ કરી હતી.એસીબીએ પાંચ લાખની લાંચ લેતા આરોપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાજ ઘાંચીને રંગેહાથે ઝડપાયા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચના નેત્રંગમાં રેન્જ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા, પ્રાપ્ત માહિતી અનુસાર  ફરીયાદી નર્સરી તેમજ કંન્ટ્રકશનનો ધંધો કરે છે,ફરિયાદીએ  ૨૦૨૨ માં વનવિભાગનું ટેન્ડર ભરતા ટેન્ડર મંજુર થતા ભરૂચ ખાતેથી કામ ચાલુ કરેલ. આ ટેન્ડરમાં નર્સરીનું કામ, તેમજ અલગ-અલગ પ્રકારના સીવીલના કામ કરવાના હતા. આ તમામ કામ અતર્ગત અંદાજે રૂ.૧,૪૦,૦૦,૦૦૦/- જેટલુ બીલ ફરીયાદીએ આર.એફ.ઓ, નેત્રંગ અને આર.એફ.ઓ. ભરૂચને આપેલ જે કામના બીલ પેટેના રૂ. ૧,૨૧,૦૦,૦૦૦/- ફરીયાદીને ચેક પેમેન્ટથી મળેલ હતા અને બાકીના બીલ પેટે લેવાના થતા નાણા માટે આ કામના ફરીયાદી આ કામના આરોપી સરફરાજ ઘાંચી, આર.એફ.ઓ. નેત્રંગ તથા ઇન્ચાર્જ ભરૂચ નાઓને રૂબરૂમાં મળતા આ કામના ફરીયાદીને જણાવેલ કે તમારે જુના અને ચાલુ પેમેન્ટ પાસ કરાવવા હોય તો મને ઉચ્ચક રૂ. ૨૫,૦૦,૦૦૦/- આપવા પડશે. તો જ આગળના બિલ અને ચાલુ બિલ પાસ કરીશ.

ફરિયાદીએ 10 લાખ રૂપિયા આપી દીધા હતા બાકિની રકમના પાંચ લાખના બપ્તા કર્યા હતા..મોટી રકમ આપવાની હોવાથી ફરિયાદીએ એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી જેના અંતર્ગત એસીબીએ ઝટકું ગોંઠવીને રેન્જ ફોરેસ્ટ ઓફિસરને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.