Entertainment News : બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પોતાની ફિલ્મોની સાથે સાથે તેમની જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફીને લઈને ભારે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં લક્ઝરી કાર ઉત્પાદક BMW India એ રણવીર સિંહને તેમના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તેમણે એક ગ્રાન્ડ ઈવેન્ટ દરમિયાન નવી BMW 7 Series રેન્જ લોન્ચ કરી હતી.
Ranveer Singh : જાહેરાત દીઠ રણવીર સિંહની કમાણી અને નવી ફી
જાહેરાતો માટે કરોડો રૂપિયા ચાર્જ કરતા રણવીર સિંહની ફીના આંકડા આ પ્રમાણે છે
સામાન્ય રીતે રણવીર સિંહ પ્રતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ 4 થી 7 કરોડ સુધી ચાર્જ કરે છે.કેટલાક રિપોર્ટ્સ મુજબ, તાજેતરમાં જ તેમણે એક પ્રીમિયમ આઇરિશ વ્હિસ્કી બ્રાન્ડની એડ માટે 20 કરોડ જેવી અધધ ફી વસૂલી છે.ઈન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર એક પ્રોમોશનલ પોસ્ટ કરવા માટે તેઓ અંદાજે 1.5 કરોડ ચાર્જ કરે છે.
અન્ય કઈ કઈ જાણીતી બ્રાન્ડ્સના એમ્બેસેડર છે?
ઓટોમોબાઈલ ક્ષેત્રે રણવીર પહેલેથી જ મોટું નામ ધરાવે છે, આ ઉપરાંત તેમની પાસે ઘણી મોટી બ્રાન્ડ્સ છે.Skoda Auto India, Maruti Suzuki NEXA અને હવે BMW India.Pepsi, Manyavar, boAt, Bingo, Bold Care, Jhamtani, Xiaomi India, Nerolac Paints અને Kotak Mahindra Bank.
રણવીર સિંહનું વર્કફ્રન્ટ અને બોક્સ ઓફિસ પ્રદર્શન
રણવીર સિંહ તાજેતરમાં બોક્સ ઓફિસ પર બેક-ટુ-બેક સફળ ફિલ્મો આપી ચૂક્યા છે.’ધુરંધર’ અને ‘ધુરંધર 2’ ફિલ્મોએ મળીને વિશ્વભરમાં 3100 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.તેઓ હવે જય મહેતાના નિદર્શન હેઠળ બની રહેલી થ્રિલર ફિલ્મ ‘પ્રલય’માં જોવા મળશે, જેમાં સાઉથ અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો :ભારતીય સિનેમાના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ! ‘હનુમાન અંશ’ ફિલ્મે સર્જાયો ઓલ-ટાઈમ રેકોર્ડ
આ પણ વાંચો :સિલ્વરસ્ટોનમાં અજિત કુમારને સપોર્ટ કરવા પહોંચ્યા વિજય-ત્રિશા, વીડિયો વાયરલ
આ પણ વાંચો :સલમાન ખાનના વફાદાર બોડીગાર્ડ શેરાનો પુત્ર બોલિવૂડમાં ધમાકો કરવા તૈયાર
