Gujarat/ ગીરગઢડાનાં વેળાકોટમાં પાણીની પાઇપ લાઇનની કામગીરી હલકી ગુણવતાનું થતુ હોવાની રાવ…

ગીરગઢડા તાલુકાના વેળાકોટ ગામે ખાડો ખોદી પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ હોય જેમાં પાઇપ લાઇન અને મટીરીયલ હલકી ગુણવતાનું થતુ હોવાનું….

Gujarat Others
zzas1 3 ગીરગઢડાનાં વેળાકોટમાં પાણીની પાઇપ લાઇનની કામગીરી હલકી ગુણવતાનું થતુ હોવાની રાવ...

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ગીરગઢડા 

ગીરગઢડા તાલુકાના વેળાકોટ ગામે ખાડો ખોદી પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ હોય જેમાં પાઇપ લાઇન અને મટીરીયલ હલકી ગુણવતાનું થતુ હોવાનું ગ્રામજનોમાં સનવાવ-વેળાકોટ રોડ પર આવેલ ડામર રસ્તાને જેસીબી દ્વારા તોડી ખાડો ખોદી તેમાં પી વી સી પાણીની પાઇપ લાઇન ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટાંકા થી હમીરભાઇ ડાયાભાઇ ભાલીયા સુધી નાખવાની કામગીરી શરૂ હોય આ પાઇપ લાઇન એટલુ હલકી ગુણવતાનું મટીરીયલ હોય જે હાથથી દબાવવામાં આવે તો પણ તૂટી જાય છે. ત્યારે ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર જણાવવા છતાં તંત્રના પેટનું પાણીય હલતું નથી.

કોન્ટ્રાકટર, પદાધિકારીઓ અને અધિકારીઓ મળીને બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ સડેલી સિસ્ટમ નાખતા ગામ લોકો પણ ભોગ બની રહ્યા છે. રાજ્ય મુખ્યમંત્રી એક તરફ ભ્રષ્ટાચાર અને સંવેદન સીલ સરકાર ચલાવવાની વાત કરી રહ્યા છે. જ્યારે ભ્રષ્ટાચાર આચરનારને પક્ષમાં સામેલ કરી  વેલાકોટ ગામના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પદાધિકારીઓને ખાટલા બેઠકમાં ભાજપનો ખેસ પહેરાવી સામેલ કરી દીધેલ ત્યાર બાદ ભ્રષ્ટાચારીઓના તમામ પાપ ધોવાઇ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. આમ ગામમાં પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરી હલકી ગુણવતા વાળુ વાપરી મોટો ભ્રષ્ટાચાર આચરવામા આવેલ હોવાનું ગ્રામજનોમાં શૂર ઉઠી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો