Bollywood Masala/ રશ્મિકા મંદન્નાએ દેશની 5 અલગ-અલગ જગ્યાએ ખરીદ્યા 5 લક્ઝરી એપાર્ટમેન્ટ? 26 વર્ષની અભિનેત્રીએ કહ્યું સત્ય

પોસ્ટમાં રશ્મિકાની બે તસવીરો મર્જ કરવામાં આવી છે, જેમાં તે ઘરની અંદર અને બહાર જોવા મળી રહી છે. આ પોસ્ટની ઉપર લખ્યું હતું, “શું તમે જાણો છો. માત્ર 5 વર્ષની કારકિર્દીમાં રશ્મિકા મંદન્નાએ 5 અલગ-અલગ જગ્યાએ 5 લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.”

Trending Entertainment
રશ્મિકા

દક્ષિણ ભારતીય સિનેમાથી બોલિવૂડમાં આવેલી રશ્મિકા મંદન્નાએ માત્ર 5 વર્ષની એક્ટિંગ કરિયરમાં 5 અલગ-અલગ જગ્યાએ પ્રોપર્ટી ખરીદી હોવાના દાવા પર પ્રતિક્રિયા આપી છે. જાણો મામલો અને શું છે અભિનેત્રીનો જવાબ…

વાસ્તવમાં, શુક્રવારે એક એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ વેબસાઈટના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ આવી, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “રશ્મિકા મંદન્નાએ 5 જગ્યાએ 5 લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.” આ પોસ્ટમાં રશ્મિકાની બે તસવીરો મર્જ કરવામાં આવી છે, જેમાં તે ઘરની અંદર અને બહાર જોવા મળી રહી છે. આ પોસ્ટની ઉપર લખ્યું હતું, “શું તમે જાણો છો. માત્ર 5 વર્ષની કારકિર્દીમાં રશ્મિકા મંદન્નાએ 5 અલગ-અલગ જગ્યાએ 5 લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.”

એટલું જ નહીં આ પોસ્ટમાં જગ્યાઓના નામ પણ લખવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું, “હૈદરાબાદ, ગોવા, કુર્ગ, મુંબઈ અને બેંગલુરુ. તેઓએ 2021માં બેક ટુ બેક પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.”આ પોસ્ટ જોઈને રશ્મિકા મંદન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક રમુજી ઇમોજી શેર કરતા તેણે લખ્યું, “કાશ આ સાચું હોત.”

26 વર્ષની રશ્મિકા મંદન્નાએ 2016માં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તેની પ્રથમ ફિલ્મ ‘કિટી પાર્ટી’ હતી, જેમાં તેનો હીરો ‘કંતારા’ ફેમ રિષભ શેટ્ટી હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી.

તેની 7 વર્ષથી વધુની કારકિર્દીમાં, રશ્મિકાએ કન્નડ, તેલુગુ, તમિલ અને હિન્દી ભાષાઓમાં 18 ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાંથી માત્ર 3 ફ્લોપ રહી હતી. અન્ય તમામ ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો:રૂબિના દિલેકની બગડી તબિયત, સોજાયેલા હોઠનો શેર કર્યો ફોટા

આ પણ વાંચો:કપિલ શર્માથી ચાહકે માંગી તેની ઓનસ્ક્રીન પત્ની, શર્માજીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચો:રાખી સાવંતનો સનસનાટીભર્યો આરોપ, આદિલે બનાવ્યો ન્યૂડ વીડિયો અને…

આ પણ વાંચો:કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું હનીમૂન આ કારણે થઈ શકે છે પોસ્ટપોન

આ પણ વાંચો:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા ટપ્પુની એન્ટ્રી, આ અભિનેતાએ રાજ અનડકટને કર્યો રિપ્લેસ