Not Set/ સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા રત્નકલાકારે ગુમાવ્યા બંને પગ

મેમુ ટ્રેનમાં ઉતાવળે ચડતી વખતે રત્નકલાકારના વરસાદમાં ભીના થયેલા રેલવે સ્ટેશન પર પગ લપસ્યાં અને પગ ટ્રેનમાં આવી જતા તેણે પગ ગૂમાવવા પડ્યાં.

Gujarat Surat
રત્નકલાકારે

સુરતમાંથી એક ખુબ જ દર્દનાક ઘટના સામે આવી છે. કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી. મેમુ ટ્રેન માં ઉતાવળે ચડતી વખતે રત્નકલાકારે  વરસાદમાં ભીના થયેલા રેલવે સ્ટેશન પર પગ લપસ્યાં અને પગ ટ્રેન માં આવી જતા તેણે પગ ગૂમાવવા પડ્યાં હતાં. પગ કપાઈ ગયા હોવા છતાં પણ હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. જોકે રલેવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાનોએ તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ પણ વાંચો :ભાવનગર / પાલિતાણામાં 3 લોકો તણાયા, માતાનો બચાવ, બે બાળકો પાણીમાં ગરકાવ

રલેવે સ્ટેશન પર ફરજ બજાવતાં આરપીએફ જવાનો દ્વારા તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, ભરથાણા ખાતે રહેતો દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. સોમવારે નાઇટ ડ્યૂટી હતી. મંગળવારે સવારે દરરોજ કરતાં વહેલી છૂટ્ટી મળતાં રત્નકલાકાર ટ્રેન મારફતે ઘરે જવા સુરત સ્ટેશન પર પહોંચ્યા હતા.

a 103 સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા રત્નકલાકારે ગુમાવ્યા બંને પગ

આ સમયે સુરત-વડોદરા મેમુ સ્ટેશન પર ઊભી હતી. રત્નકલાકાર સ્ટેશન પહોંચ્યા તે સમયે ટ્રેન ઉપડી. ટ્રેન ચાલુ થતાં તેઓ બેસવા જતાં પગ લપસી ગયો હતો અને ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા.

આ પણ વાંચો :ફાયરિંગ / મહેસાણાના પોલીસ હેડકવાર્ટરમાં કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો અને પછી જે થયું..

ટ્રેન પગ પરથી પસાર થઇ જતા યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હોવા અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને બોલાવી રત્નકલાકારને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે આરપીએફે રેલવે પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો :ગુજરાત /  સોમનાથ મંદિરમાં ભક્તો હવે 4-D ટેક્નોલોજી દ્વારા સ્વયં શિવલિંગ પર જળાભિષેક કરી શકશે

આ પણ વાંચો :નેતાઓને ઘી-કેળા /  જનતા બે છેડા ભેગા કરવા મથી રહી છે ત્યારે નેતાઓના પગારમાં તોતિંગ વધારો

આ પણ વાંચો :હવે પાણીપુરી ખાતા પહેલા વિચારજો /  રાજકોટ માં પાણીપુરીની દુકાનોમાંથી ખતરનાક બેક્ટેરીયા મળ્યા