અકસ્માત/ કચ્ચા બાદામ ફેમ ભુબન બાદાયકરનો અકસ્માત, હોસ્પિટલમાં ચલી રહી છે સારવાર

કચ્ચા બાદામ ફેમ ભુબન બાદાયકર જૂની કાર ચલાવવાનું શીખી રહ્યો હતો. કાર શિખતી વખતે તે અકસ્માતનો શિકાર બન્યો હતો.

Entertainment
કચ્ચા બાદામ

કચ્ચા બાદામ ગીતથી લોકપ્રિય બનેલો ભુબન બાદાયકર રોડ અકસ્માતનો શિકાર બન્યો છે. અહેવાલો અનુસાર, તેને પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. આ અકસ્માત દરમિયાન ભુબને છાતી અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભુબન જૂની કાર ચલાવવાનું શીખી રહ્યો હતો. કાર શિખતી વખતે તે અકસ્માતનો શિકાર બન્યો હતો. આપને જણાવી દઈએ કે, તે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના કુરાલજુરી ગામનો રહેવાસી છે. તે ગામમાં મગફળી વેચીને પત્ની, બે પુત્રો અને એક પુત્રીનો ઉછેર કરે છે. તેણે ગ્રાહકોને આકર્ષવા માટે કચ્ચા બાદામ ગીત કંપોઝ કર્યું અને ગાવાનું શરૂ કર્યું. અને આ ગીત તેના જીવન માટે ટર્નિંગ પોઈન્ટ લાવ્યું. આ ગીતને કારણે ભુબન રાતોરાત સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો હતો.

પશ્ચિમ બંગાળના એક નાના ગામમાં રહેતો ભુબન માત્ર બંગાળી ભાષા જ સમજે છે. ગામની ઝૂંપડીમાં રહેતા ભુબનને પત્ની, બે પુત્રો, એક પુત્રી છે. ભુબન ઘરમાં એકમાત્ર કમાતો સભ્ય છે, તે એકલો જ આખા  પરિવારની જવાબદારી સંભાળે છે. જણાવી દઈએ કે દરરોજ તે લગભગ 3 થી 4 કિલો મગફળી વેચવામાં સક્ષમ છે અને તેના બદલામાં તે માત્ર 200-250 રૂપિયા કમાઈ શકે છે. ‘ કચ્ચા બાદામ..’ ગીત ગાઈને લોકપ્રિય બનેલા ભુબને જણાવ્યું કે તેણે 10 વર્ષ પહેલા આ ગીત લોકોને શેરીઓમાં આકર્ષવા માટે કમ્પોઝ કર્યું હતું. તેઓ ઈચ્છે છે કે સરકાર તેમના પરિવારને આર્થિક મદદ કરે, જેથી તેઓ જીવી શકે. આપને જણાવી દઈએ કે તેનું ગીત વાયરલ થયા બાદ હવે ભુબનની આવક પણ વધી ગઈ છે. લોકો તેના ગીતો આનંદથી સાંભળે છે અને તેની પાસેથી મગફળી પણ ખરીદે છે. હવે ચૂંટણીની મોસમમાં તેને પણ પ્રચારનો હિસ્સો બનાવવામાં આવ્યો છે.

તાજેતરમાં જ હરિયાણવી ગાયક અમિત ધૂલે ભુબન સાથે મળીને આ ગીતનું રિ-મિક્સ તૈયાર કર્યું છે અને તેને હરિયાણવી ટચ પણ આપ્યો છે. આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેમાં કેટલાક ડાન્સ સ્ટેપ્સ પણ બતાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા પ્રભાવક નિશા ભટ્ટ પણ જોવા મળી રહી છે. આ સાથે જ ભુબન પણ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.

આપને જણાવી દઈએ કે ભુબન અને તેનું ગીત કચ્ચા બાદામ વાયરલ થતાં જ ઘણી મ્યુઝિક કંપનીઓએ તેનો સંપર્ક કર્યો હતો. એક મ્યુઝિક કંપનીએ તેનો મ્યુઝિક વીડિયો પણ બહાર પાડ્યો અને તે લાખો રૂપિયાનો માલિક બની ગયો. સમાચાર અનુસાર, હવે ટીવી શો અને કાર્યક્રમો માટે ભુબનનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. માત્ર ટીવી જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ તેના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.

આ પણ વાંચો :પાકિસ્તાન ટૂર પર ગયેલા ઓસી. ખેલાડીને જાનથી મારી નાખવાની મળી ધમકી, પત્નીને મેસેજ મળ્યો

આ પણ વાંચો : દીપિકા પાદુકોણને 18 વર્ષની ઉંમરે મળી હતી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સલાહ,જાણો શું કહ્યું

આ પણ વાંચો : આ દિવસે રિલીઝ થશે કંગના રનૌતની ધાકડ, એક્શન સીનમાં ખર્ચ્યા 25 કરોડ

આ પણ વાંચો : યુક્રેનની ‘બ્યુટી ક્વીને’ દેશ માટે ઉઠાવી બંદૂક, સેનામાં જોડાઈ!