Not Set/ RBI એ બેન્કોને વ્યાજદર ઘટાડવા કરી અપિલ, જાણો

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર ઉર્જિત પટેલે શનિવારે અપીલ કરી હતી કે બેન્કોએ ગ્રામીણ વિસ્તારોમાં વધતી લોનની માંગને પ્રોત્સાહિત કરવા માટે લોનના વ્યાજદરોમાં ઘટાડો કરવો જોઇએ. ઉર્જિત  પટેલે કહ્યું કે, બેન્કોએ ઓછી કિંમતની થાપણોની જમા રકમોના પ્રવાહ અને આરબીઆઇ તરફથી અગાઉથી કરવામાં આવેલી નીતિગત વ્યાજદરમાં કાપ મુકવાથી ફાયદો થયો છે. પટેલે કહ્યું કે, અમે  રેપો […]

Uncategorized

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર ઉર્જિત પટેલે શનિવારે અપીલ કરી હતી કે બેન્કોએ ગ્રામીણ વિસ્તારોમાં વધતી લોનની માંગને પ્રોત્સાહિત કરવા માટે લોનના વ્યાજદરોમાં ઘટાડો કરવો જોઇએ. ઉર્જિત  પટેલે કહ્યું કે, બેન્કોએ ઓછી કિંમતની થાપણોની જમા રકમોના પ્રવાહ અને આરબીઆઇ તરફથી અગાઉથી કરવામાં આવેલી નીતિગત વ્યાજદરમાં કાપ મુકવાથી ફાયદો થયો છે.

પટેલે કહ્યું કે, અમે  રેપો રેટમાં જે ઘટાડો કર્યો છે અને સાથે બેન્કોની પાસે જે રકમ એકઠી થઇ છે જે કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટમાં છે. જેનો બેન્કો ફાયદો થયો છે. જેને ધ્યાનમાં લઇને બેન્કોએ વ્યાજના દરોમાં ઘટાડો કરવો જોઇએ.

આરબીઆઇ ગર્વનરે બેન્કોના વ્યાજદરોમાં ઘટાડો કરવાની સંભાવના પર ભાર મુકતા કહ્યું કે, લોન પર વ્યાજદરમાં સરેરાશ ઘટાડો ઘણો ઓછો થયો છે. એવામાં અમને લાગે છે કે વ્યાજ દરોમાં હજુ પણ ઘટાડો કરવાની સંભાવના છે. જો હોમ અને વ્યક્તિગત જેવા ક્ષેત્રો જોઇએ તો અન્ય ક્ષેત્રો માટે તેમણે બેન્કો દ્ધારા વ્યાજમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો કરવામાં આવ્યો છે.

ગર્વનરે આશા વ્યક્ત કરી હતી કે કેટલાક એવા ક્ષેત્રોમાં વ્યાજ દરોમાં હજુ વધારો ઘટાડો કરવાની જરૂર છે જેમાં ઓછો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સપ્તાહે રિઝર્વ બેન્કે મૌદ્ધ્રિક સમીક્ષામાં રેપો રેટને 6.25 ટકા તથા રિવર્સ રેપો  રેટને 5.75 ટકા પર રાખ્યો છે.