Not Set/ RBI ના દર યથાવત, રેપો રેટ 6.25 ટકા, નહીં થાય સસ્તી લોન

નવી દિલ્હીઃ RBIના ગવર્નર ઉર્જિત પટેલે આમ આદમીને કોઇ જ રાહત આપી નથી. 6 મોનેટરી સમીક્ષા નીતિની સમીક્ષા બેઠકમાં યોજાઇ હતી. જેમા કોઇ પણ પ્રકારના રેપો રેટમાં પરિવર્તન કરવામાં નથી આવ્યું . ચાલુ નાણાંકીય વર્ષની 6 સમીક્ષા બેઠકમાં મોનેટરી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશ સામે સમસ્યાઓ હજી યથાવત છે. સસ્તી લોન અને ઇએમઆઇ ઘટશે […]

Uncategorized

નવી દિલ્હીઃ RBIના ગવર્નર ઉર્જિત પટેલે આમ આદમીને કોઇ જ રાહત આપી નથી. 6 મોનેટરી સમીક્ષા નીતિની સમીક્ષા બેઠકમાં યોજાઇ હતી. જેમા કોઇ પણ પ્રકારના રેપો રેટમાં પરિવર્તન કરવામાં નથી આવ્યું . ચાલુ નાણાંકીય વર્ષની 6 સમીક્ષા બેઠકમાં મોનેટરી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશ સામે સમસ્યાઓ હજી યથાવત છે.

સસ્તી લોન અને ઇએમઆઇ ઘટશે એવી આશા રાખીને બેઠેલા ઉદ્યોગો અને લોકોને રિઝર્વ બેંકે નિરાશ કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષની અંતિમ મોનેટરી પોલીસીની આજે જાહેરાત  કરવામાં આવી છે જેમાં તમામ વ્યાજદરો યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલે જાહેર કરેલી ક્રેડીટ પોલીસી બાદ શેરબજારમાં ગાબડુ નોંધાયુ છે અને બપોરે ર-૩૦ કલાકે સેન્સેકસ ૧પ૦ પોઇન્ટ ઘટીને ર૮,૧૮૩ અને નીફટી ૪૧ પોઇન્ટ ઘટીને ૮૭ર૬ ઉપર છે. રિઝર્વ બેંકે રેપોરેટ ૬.રપ ટકા, રિવર્સ રેપોરેટ પ.૭પ ટકા, સીઆરઆર ૪ ટકા અને રિવર્સ રેપોરેટ પ.૭પ ટકા યથાવત રાખેલ છે.

રિઝર્વ બેંકે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં ફુગાવાનું અનુમાન ૪ થી ૪.પ૦ ટકા રાખી છે જયારે તે પછીના ગાળા માટે ૪.પ૦ થી પ ટકા રાખી છે. ક્રુડના ભાવમાં વધારાની શકયતાને પગલે રિઝર્વ બેંકને ફુગાવાની ચિંતા છે. બેંકોની તરલતા ઘણી વધુ છે આમ છતાં ફુગાવામાં ઉતાર-ચડાવ રહ્યો છે અને વિશ્વસ્તરે ક્રુડના ભાવમાં વધારો થઇ રહ્યો છે તે જોતા રિઝર્વ બેંકે વ્યાજ ઘટાડવાનુ જોખમ યોગ્ય ગણ્યુ નથી.

રિઝર્વ બેંકે આજે જાહેર કરેલી ક્રેડીટ પોલીસીમાં ગ્રોથનો દરનું અનુમાન ઘટાડયુ છે. નાણાકીય વર્ષ-ર૦૧૮માં ૭.૪ ટકા ગ્રોથ રહેશે તેવુ અનુમાન જાહેર કરાયુ છે. આ ઉપરાંત રિઝર્વ બેંકે અકોમોડીટીવથી ન્યુટ્રલ રહેવાનો અંદાજ પણ બાંધ્યો છે. જાણકારોનું કહેવુ છે કે નોટબંધી બાદ હલબલી ઉઠેલ અર્થતંત્રને સંભાળવા માટે રેપોરેટના દરમાં ઘટાડો જરૂરી હતો. પરંતુ રિઝર્વ બેંકે લોકોની આશાઓ ઉપર પાણી ફેરવી બધા વ્યાજદરો યથાવત રાખ્યા છે. ઉર્જીત પટેલના અધ્યક્ષ પદ હેઠળની છ સભ્યોની સમિતિ સર્વાનુમતે વ્યાજદરો યથાવત રાખવા તૈયાર થઇ છે.