Not Set/ આ રોમેન્ટીક થ્રીલરમાં જોવા મળશે શરમન જોશી

મુંબઇ શરમન જોષી હવે ‘કાશી-ઇન સર્ચ ઓફ ગંગા‘ નામની રોમાન્ટીક થ્રિલર ફિલ્મ કરી રહ્યો છે. કાશી એટલે કે વારાણસી હિન્દી ફિલ્મકારોને હમેંશા આકર્ષતુ રહ્યું છે. આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરીની પૃષ્ઠભૂમિ પર અનેક ફિલ્મો બની ગઇ છે. જેના જોનર અલગ-અલગ હતાં. ફિલ્મકારોએ પોત પોતાની રીતે કાશીને પરદા પર દેખાડ્યું  છે. ફરી એક  વખત કાશી-ઇન સર્ચ […]

Uncategorized
mahi99 આ રોમેન્ટીક થ્રીલરમાં જોવા મળશે શરમન જોશી

મુંબઇ

શરમન જોષી હવે ‘કાશી-ઇન સર્ચ ઓફ ગંગા નામની રોમાન્ટીક થ્રિલર ફિલ્મ કરી રહ્યો છે. કાશી એટલે કે વારાણસી હિન્દી ફિલ્મકારોને હમેંશા આકર્ષતુ રહ્યું છે. આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરીની પૃષ્ઠભૂમિ પર અનેક ફિલ્મો બની ગઇ છે. જેના જોનર અલગ-અલગ હતાં.

ફિલ્મકારોએ પોત પોતાની રીતે કાશીને પરદા પર દેખાડ્યું  છે. ફરી એક  વખત કાશી-ઇન સર્ચ ઓફ ગંગા નામની ફિલ્મ બની રહી છે. જેમાં શરમન જોષી મુખ્ય રોલમાં છે. ઐશ્વર્યા દિવાન નામની અભિનેત્રી આ ફિલ્મથી કનિદૈ લાકિઅ બોલીવૂડની કારકિર્દી શરૂ કરી રહી છે. તે દેવિના નામનું પાત્ર ભજવી રહી છે.

અકીલા તે હાઇપ્રોફાઇલ જર્નાલિસ્ટ છે. ફિલ્મની કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે કાશીની બહેન ગંગા ગૂમ થઇ જાય છે. કાશી અને દેવીના સાથે મળી ગંગાને શોધવા નીકળે છે. કાશીનો રોલ શરમનને મળ્યો છે. ૨૧મી સપ્ટેમ્બરે  ફિલ્મ રિલીઝ થશે.