Not Set/ કાલે વેલેન્ટાઇન ડે : આ ચાર કારણોસર પ્રેમ કરવો જરૂરી છે

અમદાવાદ, ૧૪મી ફેબ્રુઆરી એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ, વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે નિર્મળ, નિર્દોષ અને સાચી પ્રેમની લાગણીને દર્શાવવાના આ અનેરા અવસરને લઇને યુવા હૈયાઓમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પ્રેમ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કઈક આવું.. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વૈજ્ઞાનિકો પણ માને છે, કે પ્રેમથી સ્વાસ્થ્યને થતા […]

Top Stories Uncategorized
special કાલે વેલેન્ટાઇન ડે : આ ચાર કારણોસર પ્રેમ કરવો જરૂરી છે
અમદાવાદ,
૧૪મી ફેબ્રુઆરી એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ, વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે નિર્મળ, નિર્દોષ અને સાચી પ્રેમની લાગણીને દર્શાવવાના આ અનેરા અવસરને લઇને યુવા હૈયાઓમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
પ્રેમ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કઈક આવું..
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વૈજ્ઞાનિકો પણ માને છે, કે પ્રેમથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓને વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે.
૧. જીવનનું એકાકીપણું દૂર થાય છે
જીવનમાં કોઈ સાથી મળી જાય છે. તમારુ એકાંકીપણુ ભાગી જાય છે. પ્રેમ એ વ્યક્તિને ભરોસો કરતા શીખવાડે  છે અને ભરોસા વિના એક સુખી જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
૨. શાંતિથી સુઈ શકો છો
અનેક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, પ્રેમમાં પડનાર લોકો અન્ય લોકોની તુલનામાં વધુ સુખી અને નિશ્ચિત હોય છે. જેના કારણે તેઓ શાંતિથી સુઈ શકે છે અને અન્ય લોકોની તુલનામાં વધુ સંતુષ્ટ હોય છે.
૩. બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે
પ્રેમ એ બ્લડપ્રેશર સાથે જાડાયેલ સમસ્યાથી બચાવે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિને  માનસિક તણાવનો અનુભવ થતો નથી જેથી તેનું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવાના કારણે હાર્ટએટેકથી જાડાયેલ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
૪. વ્યક્તિનું આત્મસમ્માન વધે છે 
આ ઉપરાંત એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, પ્રેમ વ્યક્તિનું આત્મસમ્માન વધારવાનુ કામ કરે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિ અન્યની તુલનામાં વધુ સુખી હોય છે.
ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી વિપરીત એવા પશ્વિમી દેશોના તહેવાર વેલેન્ટાઇન્સ ડેની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે. પ્રેમની લાગણી દર્શાવવાના અવસર વેલેન્ટાઇન ડેની આમ તો છેલ્લા સપ્તાહથી ઉજવણી ચાલી રહી છે. ગત એક સપ્તાહથી વેલેન્ટાઇન્સ વીકનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમીસ ડે, હગ ડે, કિસ ડે ઉજવ્યા બાદ આવતીકાલે સાચા પ્રેમની અભિવ્યક્તિ કરવાનો અવસર એટલે કે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરાશે.
વેલેન્ટાઇન્સ વીક દરમિયાન આવતા જુદા જુદા દિવસોમાં પ્રેમીયુગલ, નવપરિણીત જોડા, વેવિશાળના બંધને બંધાયેલા યુવાહૈયાઓ આ દિવસને અનુલક્ષીને પોતાના પ્રિય પાત્રને ભેંટ આપે છે. જેના કારણે છેલ્લા એકાદ સપ્તાહથી ગીફ્ટ આર્ટીકલની દુકાનોમાં યુવક-યુવતીઓની ચહલ પહલ વધુ જોવા મળી હતી. જ્યારે વેલેન્ટાઇન્સ ડે પૂર્વેના છેલ્લા બે દિવસોમાં પણ લવને શબ્દોમાં વ્યક્ત કરવા માટે આકર્ષક અને વિવિધ ડિઝાઇનોવાળા ગ્રીટીંગ્સ કાર્ડ, હાર્ટસેપ વાળા કિચેઇન, ટેડી, વોચ સહિતની મોંઘીદાટ ભેટ-સોગાતની ખરીદી કરવા માટે ઘસારો રહ્યો છે.
જો કે, આ વર્ષે વેલેન્ટાઇન્સ ડેમાં મળવાનો ઉત્સાહ ઘણાં પ્રેમીજોડાઓ માટે ઓસરાય જશે. કારણ કે, વેલેન્ટાઇન્સ ડેનાં દિવસનો કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવાની જાહેરાત કરવમાં આવી છે. જો કે તેમ છતાં પ્રેમી પંખીડા આવી બાબતોની પરવા કર્યા વિના પોતાના પ્રિયતમને મળવા માટેનો સમય કાઢી લેતા હોય છે. તેમજ આ દિવસે માટે અગાઉથી ખાસ તૈયાર પણ કરે છે.
પ્રેમ એ એક એવો સુંદર અનુભવ છે કે, જેને દરેક વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કામાં અનુભવવા માંગે છે. પ્રેમ અંગે કવિઓ અને લેખકોએ ઘણુ બધુ લખ્યુ છે.