Not Set/ આતંકીઓને ઠાર મારવા 30 કલાકથી ચાલી રહ્યું છે ઓપરેશન, 300 સુરક્ષાકર્મીઓએ ઘેર્યો વિસ્તાર

શ્રીનગર, પહેલાં સુંજવામાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો અને એ પછી શ્રીનગરમાં સીઆરપીએફ પર આતંકી હુમલાની આગ મંગળવારે પર ઠરી નહોતી. સોમવારે વહેલી પરોઢે શ્રીનગરના કરણનગરમાં સીઆરપીએફ કેમ્પમાં ઘુસેલા આતંકવાદીઓ સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલે છે. સીઆરપીએફના આઇજી ઓપરેશન ઝુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. અમે લોકોને બહાર કાઢી રહ્યાં છીએ. […]

Top Stories
kashmir terror આતંકીઓને ઠાર મારવા 30 કલાકથી ચાલી રહ્યું છે ઓપરેશન, 300 સુરક્ષાકર્મીઓએ ઘેર્યો વિસ્તાર

શ્રીનગર,

પહેલાં સુંજવામાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો અને એ પછી શ્રીનગરમાં સીઆરપીએફ પર આતંકી હુમલાની આગ મંગળવારે પર ઠરી નહોતી. સોમવારે વહેલી પરોઢે શ્રીનગરના કરણનગરમાં સીઆરપીએફ કેમ્પમાં ઘુસેલા આતંકવાદીઓ સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલે છે. સીઆરપીએફના આઇજી ઓપરેશન ઝુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. અમે લોકોને બહાર કાઢી રહ્યાં છીએ. હજુ પણ બે ત્રણ આતંકવાદીઓ બિલ્ડીંગની અંદર છુપાયેલા હોઇ શકે છે.

ઇમારતોમાં ઘુસેલા આતંકવાદીઓને મારવા માટે મોટુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 30 કલાકથી ચાલુ રહેલા ઓપરેશનમાં સેના ડ્રોન અને હેલીકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. શ્રીનગરનો કરણનગર વિસ્તાર 300 જેટલા સુરક્ષાકર્મીઓએ ઘેરેલો છે. આ ઓપરેશનમાં રાજ્ય પોલિસના સીનીયર અધિકારીઓ પણ સામેલ છે. જે ઇમારતમાં આતંકીઓ છુપાયેલા હોવાની શંકા છે

બીજી તરફ સુંજવાંમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક જવાનનો મૃતદેહ મળ્યો છે. આ સાથે જ સુંજવામાં શહીદ થયેલાં જવાનોની સંખ્યા 6 પર પહોંચી છે. મૃતકોમાં એક નાગરિક પણ મોત નિપજ્યું છે. આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે.

સીઆરપીએફ આઇજી રવિદીપ સહાયે જણાવ્યું કે, જે વિસ્તારમાં આતંકીઓ છુપાયેલાં છે. ત્યાંથી 5 પરિવારોને બહાર કાઢવામાં આવ્યાં છે અને ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓના ફાયરિંગને જોતાં વધુ જવાનોને મોકલવામાં આવ્યાં છે, કે જેથી તેઓ ભાગવામાં સફળ ન રહે.