Not Set/ RBI ના નવા ડે. ગવર્નર તરીકે વિરલ આચાર્યની નિમણૂંક

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની અપોઈન્ટમેન્ટ્સ કમિટીએ વિરલ આચાર્યને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વિરલ આચર્ય ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અગાઉ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર તરીકે સેવા આપતા હતા, જ્યારે હાલમાં નિયુક્ત ગવર્નર ઉર્જિત પટેલ પણ આઈએમએફમાં કામ કરતી વખતે યૂએસમાં કામ કરવાનો […]

Uncategorized

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની અપોઈન્ટમેન્ટ્સ કમિટીએ વિરલ આચાર્યને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વિરલ આચર્ય ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અગાઉ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર તરીકે સેવા આપતા હતા, જ્યારે હાલમાં નિયુક્ત ગવર્નર ઉર્જિત પટેલ પણ આઈએમએફમાં કામ કરતી વખતે યૂએસમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.

રઘુરામ રાજને 4 સપ્ટેમ્બર 2013ના રોજ આરબીઆઈના ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તે પહેલા તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગો સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાયનાન્સના પ્રોફેસર હતા. હાલના આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલે પણ પીએચડી કર્યા બાદ 1990માં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે જોડાયા હતા. આઈએમએફ સાથેનું જોડાણ તેમનું 1995 સુધી રહ્યું હતું જેમાં તેમણે ભારત ઉપરાંત યૂએસ, બહામાસ અને મ્યાનમાર ડેસ્ક સંભાળ્યું હતું.

વિરલ આચાર્ય વિશે

વિરલ આચાર્ય ન્યૂયોર્ક યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સમાં ઈકોનોમિક્સમાં સીવી સ્ટાર પ્રોફેસર છે. આઈઆઈટી બોમ્બેમાંથી તેમણે કોમ્પ્યુટર સાઈન્સ એન્ડ એન્જિનિયરિંગમાં બેચલર્સ ઓફ ટેક્નોલોજીની ડિગ્રી મેળવી છે. અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમને ભારતના રાષ્ટ્રપતિ તરફથી બે પદક મળ્યા છે.

ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાઈન્સમાં પીએચડી માટે પ્રવેશ લીધો હતો. પરંતુ નિષ્ફળ રહ્યા હતા. બાદમાં તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાઈનાન્સ વિષય સાથે Ph.D. કર્યું.