Not Set/ ટાઈટેનિક પછી ફરી એકવાર ‘કેદારનાથ’માં જોવા મળશે ઈન્ટેન્સ લવ સ્ટોરી

મુંબઇ, ઘણા લાંબા સમય પછી દર્શકોને ફિલ્મી પડદે એક ઈન્ટેસ લવ સ્ટોરી જોવા મળશે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કેદારનાથ’ આ વર્ષની સૌથી રસપ્રદ અને સસપેન્સ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ સાથે જ સારા અલી ખાન બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ધણા લાંબા સમય પછી દર્શકોને ફિલ્મી પડદે એક […]

Uncategorized Entertainment
eep ટાઈટેનિક પછી ફરી એકવાર 'કેદારનાથ'માં જોવા મળશે ઈન્ટેન્સ લવ સ્ટોરી
મુંબઇ,

ઘણા લાંબા સમય પછી દર્શકોને ફિલ્મી પડદે એક ઈન્ટેસ લવ સ્ટોરી જોવા મળશે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કેદારનાથ’ આ વર્ષની સૌથી રસપ્રદ અને સસપેન્સ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ સાથે જ સારા અલી ખાન બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે.

ધણા લાંબા સમય પછી દર્શકોને ફિલ્મી પડદે એક ઈન્ટેસ લવ સ્ટોરી જોવા મળશે જેને જોઈને કદાચ દર્શકોના રૂવાંટા ઊભા થઈ શકે છે. ફિલ્મના ટીઝરને જોયા બાદ કેદારનાથને ટાઈટેનિક સાથે કમ્પેર કરાઈ રહી છે.. આ ફિલ્મ પણ ટાઈટેનિકની જેમ દર્શકો પર ફિલ્મની છાપ છોડવા અને તેમના દિલ જીતવા માટે તૈયાર છે

કેદારનાથ ઝનૂન અને આધ્યાત્મિકતા, પ્રેમ અને ધર્મનું એક શકિતશાળી મિશ્રણ છે. ગૌરી કુંડથી કેદારનાથ(ભગવાન શિવનું 2000 વર્ષ જૂનું મંદિર) 14 કિલોમીટર દૂર સ્થાપિત છે, જેમા સુશાંત સિંહ રાજપૂત એટલે મનૂસુર અને સારા અલી ખાન એટલે મુકુ વચ્ચેની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે.

ફિલ્મના ટીઝરમાં ઉતરાખંડની દુઃખદ પૂરની ઘટના વચ્ચે રોમેન્ટિક સ્ટોરીને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ ફિલ્મ ગીતો ‘નમો નમો’ ‘સ્વીટહાર્ટ’ જેવા ગીતો પણ લોકોના દિલોમાં ઘર કરી રહ્યાં છે.

હાલમાં જ રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને અવિશ્વસનીય સ્ટોરી અને મુખ્ય જોડીની જોરદાર કેમિસ્ટ્રીના કારણે દર્શકોનો જોરદાર પ્રતિભાવ મળી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી જૂન 2013માં આવેલા ભયંકર પૂર પર આધારિત છે જેણે આખા શહેરને તબાહ કરી નાખ્યું હતું અને હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

‘કેદારનાથ’ સાથે સારા અલી ખાન બોલિવૂડમાં તેની શરૂઆત કરી રહી છે. ત્યારે રોની સ્ક્રૂવાલા અને અભિષેક કપૂર સાથે સુશાંત સિંહ રાજપૂત 2013માં આવેલી ‘કાઈ પો છે’ પછી બીજી વાર એક સાથે કામ કરી રહ્યાં છે.

રોની સ્ક્રૂવાલાની RSVP અને અભિષેક કપૂરની ‘ઘાય ઈન ધ સ્કાઈ’ પિક્ચર્સ દ્વારા નિર્મિત, કેદારનાથ અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત છે્ અને 7 ડિસેમ્બરે સિનેમાઘરોમાં પોતાનો જાદૂ ચલાવવા માટે તૈયાર છે. એટલુ જ નહી દર્શકો પણ એટલી જ આતુરતાથી રાહ જોઈ રહી છે.