Not Set/ અવળચંડા ચીને સુતેલા સિંહને જગાડ્યો છે, ગલવાન મામલે ભારત મોટું કરવાનાં મુડમાં…

અવળચંડા ચીને LAC પર અટકચાળો કરીને સુતેલા સિંહને જગાડ્યો છે. ભારત, ગલવાનમાં મોટું કરવાના મૂડમાં હોવાનું વલણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે.  ભારત દેમચોક-પેગોંગ પાસે ગામો ખાલી કરાવાશે અને લદ્દાખમાંથી સેનાની 1 ઈંચ પીછેહઠ નહીં કરવામાં આવે તે સ્પષ્ટતા થઇ ચૂકી છે. ભારતીય સેનાએ ચીન સરહદ મામલે પોતાની પોલીસી બદલી છે. સાથે સાથે વિશ્વ રાજનૈતિક ફલક પર ચીન સામે કેવી ચાલ […]

Uncategorized
e6583d6967c65ee4896792c8f666ce38 અવળચંડા ચીને સુતેલા સિંહને જગાડ્યો છે, ગલવાન મામલે ભારત મોટું કરવાનાં મુડમાં...
e6583d6967c65ee4896792c8f666ce38 અવળચંડા ચીને સુતેલા સિંહને જગાડ્યો છે, ગલવાન મામલે ભારત મોટું કરવાનાં મુડમાં...

અવળચંડા ચીને LAC પર અટકચાળો કરીને સુતેલા સિંહને જગાડ્યો છે. ભારત, ગલવાનમાં મોટું કરવાના મૂડમાં હોવાનું વલણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે.  ભારત દેમચોક-પેગોંગ પાસે ગામો ખાલી કરાવાશે અને લદ્દાખમાંથી સેનાની 1 ઈંચ પીછેહઠ નહીં કરવામાં આવે તે સ્પષ્ટતા થઇ ચૂકી છે. ભારતીય સેનાએ ચીન સરહદ મામલે પોતાની પોલીસી બદલી છે. સાથે સાથે વિશ્વ રાજનૈતિક ફલક પર ચીન સામે કેવી ચાલ ખેલવી તેની પણ ભારત સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારત-ચીન મામલે અંગે PM મોદી દ્વારા સર્વપક્ષીય બેઠક યોજશે. આવતી કાલે એટલે કે, 19 જૂને PM મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવવા જઇ રહી છે. 

ગલવાનમાં મોટું કરવાના મૂડમાં હોવનું ભારતીય સેનાનું વલણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે. સેનાએ ચીન સરહદે પોલીસી બદલી છે અને હવે એકપણ દુસાહસ સેના નહીં ચલાવે તે વાત સ્પષ્ટ છે. સેના દ્વારા ટોચના કમાન્ડરોને નિર્ણય લેવા છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. ચીન સામે ભારતનું તેજાબી વલણ જોવામાં આવી રહ્યું છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલય MEA પણ સ્પષ્ટ કરી દીધું છે કે, ગલવાનના પ્રત્યાઘાત આકરા હશે. 

MEA દ્વારા મુક રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે કે, LAC મામલે ચીન દ્વારા કરવામાં આવેલ કારનામાને કારણે “બંને દેશના સંબંધો પર ગંભીર અસર પડશે “. MEAએ સ્પષ્ટતા કરતા આ મામલાને આગળ લઇ જતા કહ્યું છે કે, ગલવાન પર ચીનનો દાવો અસ્થિર છે. પહેલા કહેવામાં આવ્યું તે પ્રમાણે ભારતીય સેનાનું પણ આ મામલે આકરું વલણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. અને સેના દ્વારા લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૈન્ય મુવમેન્ટ આ એરીયામાં સ્પષ્ટ જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews