Not Set/ કબીર સિંહનો બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસ રહ્યો કંઇક આવો

મુંબઈ, કબીર સિંહના ટ્રેલરને જે રીતે પસંદ કરવામાં આવી રહ્યું હતું તેના આધારે માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરશે અને અને ઉમ્મીદ કરતા શાનદાર પ્રદર્શન આ ફિલ્મે પહેલા જ દિવસે કર્યું. શાહિદ કપૂરની આ ફિલ્મે પ્રથમ દિવસે 20.21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ શાહિદ કપૂરની કોઈપણ ફિલ્મનું […]

Uncategorized
dfsddfc 8 કબીર સિંહનો બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસ રહ્યો કંઇક આવો

મુંબઈ,

કબીર સિંહના ટ્રેલરને જે રીતે પસંદ કરવામાં આવી રહ્યું હતું તેના આધારે માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરશે અને અને ઉમ્મીદ કરતા શાનદાર પ્રદર્શન આ ફિલ્મે પહેલા જ દિવસે કર્યું.

શાહિદ કપૂરની આ ફિલ્મે પ્રથમ દિવસે 20.21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ શાહિદ કપૂરની કોઈપણ ફિલ્મનું પહેલાં દિવસનું સૌથી વધુ કલેક્શન છે. તેના પહેલા તેની ફિલ્મ ‘પદ્મવત’ પ્રથમ દિવસ 19 કરોડ રૂપિયા કલેક્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 21 જૂન રિલીઝ થઇ અને તે દિવસે કોઈ પ્રકારની રજા ન હતી. 2019 માં નોન હોલિડે પર આ પહેલાં દિવસનું સૌથી વધુ કલેક્શન છે. તેના પહેલા ‘ટોટલ ધમાલ’ પ્રથમ દિવસે 16.50 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.

જ્યાં સુધી 2019 નો પ્રશ્ન છે તો પહેલા દિવસે કલેક્શનના મામલામાં ‘કબીર સિંહ’ ચોથા નંબર પર છે. પહેલા નંબર પર ‘ભારત’ (42.30 કરોડ રૂપિયા), બીજા નંબર પર ‘કલંક’ (21.60 કરોડ રૂપિયા) અને ત્રીજા નંબર ‘કેસરી’ (21.06 કરોડ રૂપિયા) છે. પાંચમું નંબર પર ‘ગલી બોય’ (19.40 કરોડ રૂપિયા) છે.

કબીર સિંહ સાથે મલ્ટીપ્લેક્સ સાથે સિંગલ સ્ક્રીન અને નાના શહેરમાં પણ દર્શકો મળ્યાં છે. ફિલ્મ મોટાભાગના દર્શકોને પસંદ આવી છે જ્યારે ક્રિટિક્સની પ્રતિક્રિયા સારી મળી છે. યુવાનોને ફિલ્મ ખુબ જ પસંદ આવી છે અને આ ફિલ્મનો પહેલો વિકેન્દ ધમાકેદાર રહશે છે.