સુરતના પાંડેસરામાં પિતા અને પુત્રીના સંબંધો માટે કલંકપૂર્ણ ઘટના સામે આવી છે. પિતાએ જ પોતાની બે પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પત્નીએ જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પતિ ઘર છોડીને નાસી ગયો છે.
પાંડેસરામાં સગા પિતા દ્વારા પોતાની જ બે દીકરીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પાંડેસરામાં રહેતો પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
સગા પિતા દ્વારા કરવામાં આવતા કૃત્ય અંગે દીકરીઓએ માતાને જાણ કરી હતી. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની જાણ પતિને થઈ જતા ઘર છોડીને નાસી ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર પિતાની શોધખોળ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસનો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, પિતાએ બે પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે. પત્નીએ જ પતિ વિરુદ્ધ ફરિયાદને નોંધાવી છે. વધુ તપાસ ચાલી રહી છે.