Not Set/ RBI રૂપિયા 100 ની નવી નોટ બહાર પાડશે, જુની નોટ પણ રહેશે ચલણમાં

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક ટુંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ રૂપિયા 100 ની નોટ 2005 ની મહત્મા ગાંધી સીરિઝ જેવી જ હશે નોટ ઉપર આરબીઆઇ ગવર્નર ઉર્જિટ પટેલના સિગ્નેચર હશે. નોટની પાછળના ભાગે પ્રિંટિંગ વર્ષ 2017 લખેલું હશે. 100 રૂપિયાની નોટની ડિઝાઇન હાલની નોટ જેવી જ રાખવામાં આવી છે. રૂપિયા 100ની […]

India

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક ટુંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ રૂપિયા 100 ની નોટ 2005 ની મહત્મા ગાંધી સીરિઝ જેવી જ હશે નોટ ઉપર આરબીઆઇ ગવર્નર ઉર્જિટ પટેલના સિગ્નેચર હશે. નોટની પાછળના ભાગે પ્રિંટિંગ વર્ષ 2017 લખેલું હશે.

100 રૂપિયાની નોટની ડિઝાઇન હાલની નોટ જેવી જ રાખવામાં આવી છે. રૂપિયા 100ની નોટમાં ચડતા ક્રમમાં નંબર આપવામાં આવ્યા હશે તેની પાછળના ભાગે ‘R’  ઉપસેલો હશે. નોટની ખાસ ઓળખ તેની  બ્લીડ લાઇન  અને મોટા ઓળખ ચિન્હ હશે.

રૂપિયા પાંચસો અને બે હજારની નોટમાં ચઢતા ક્રમમાં છે તેવા નંબર આ નવી નોટમાં રખાશે. ભૂતકાળમાં જેટલી પણ રૂપિયા ૧૦૦ની નોટો આરબીઆઈએ છાપેલી છે તે કાયદેસર ચલણ રહેશે તેમ નોટિફિકેશનમાં કહેવાયું છે.