Not Set/ હિટ એન્ડ રનઃ i10 કારે ફુટપાથ પર સૂતેલા લોકોને લીધા અડફેટે, 2 ના મોત 5 ઘાયલ

અમદાવાદઃ શહેરમાં બેફામ જતી i10 કારે ફૂટપાથ પર સુતેલા  8 થી 10 લોકોને અડફેટે લીધા હતા જેમાથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે થયા હતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે નારણપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને આગળની […]

Gujarat

અમદાવાદઃ શહેરમાં બેફામ જતી i10 કારે ફૂટપાથ પર સુતેલા  8 થી 10 લોકોને અડફેટે લીધા હતા જેમાથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે થયા હતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે નારણપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શાસ્ત્રીનગરથી ઘાટલોડીયા તરફ જતા મુખ્યમંત્રી આવાસના ગેઇટ પાસે ફુટપાથ પર સુતેલા લોકો પર બેફાન આવેલી i10 કારે કચડી નાખ્યા હતા. નારણપુરા પોલીસે નિરવ શાહ નામના શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, વડોદરાથી શુક્રવારે રાતે 1 વાગે નિરવ શાસ્ત્રીનગર પાસે i10 કાર પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો ત્યારે જોકું આવી જતા કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અકસ્માતમાં ઝૂંપડા બહાર સુતેલા શ્રમીક પરીવારના ભગાભાઈ મારવાડી  અને તેમની પત્નીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.