Gujarat/ રાજ્યમાં આ તારીખથી શરુ થશે મગફળીની ખરીદીની શરૂઆત, કૃષિ મંત્રીએ કરી જાહેરાત

ગુજરાતમાં મગફળીની ખરીદીની શરૂઆત 21 ઓક્ટોબરથી થવાની હતી, પરંતુ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આ ખરીદી બંધ રાખવામાં આવી હતી, પછીથી મગફળીની ખરીદી

Top Stories Gujarat Others
a 85 રાજ્યમાં આ તારીખથી શરુ થશે મગફળીની ખરીદીની શરૂઆત, કૃષિ મંત્રીએ કરી જાહેરાત

ગુજરાતમાં મગફળીની ખરીદીની શરૂઆત 21 ઓક્ટોબરથી થવાની હતી, પરંતુ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આ ખરીદી બંધ રાખવામાં આવી હતી, પછીથી મગફળીની ખરીદીની શરૂઆતની નવી તારીખ જાહેર કરવામાંઆવી છે.

કૃષિમંત્રી આર.સી ફળદુએ મગફળીની ખરીદી અંગે નિવેદન આપતા જણાવ્યું, 26 ઓકટોબર એટલે કે સોમવારથી મગફળીની ખરીદીની શરૂઆત કરાશે. આ અંગેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.નાફેડ અને APMCની રજૂઆતને કારણે મગફળીની ખરીદી પાછી ઠેલાઇ છે.

સરકાર દ્વારા 26મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જેમાં 1055 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. દરેક ખેડૂત 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે. પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની આ પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે.

આપને જણાવી દઈએ કે, બંગાળમાં સર્જાયેલી અપર સાઇકલોન સીસ્ટમના કારણે રાજ્યનાં તાલુકાઓમાં વરસાદ થયો હતો, જેના કારણે મગફળી બગડી જવાની આશંકાએ સરકાર દ્વારા આ ખરીદી બંધ કરવામાં આવી હતી.