Bollywood/ અનિલ કપૂરે સાઉથ સિનેમા પર આપી પ્રતિક્રિયા, કહ્યું- મને હંમેશાથી તેમની ફિલ્મો…  

અનિલ કપૂરે હિન્દી બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મોના સારા પ્રદર્શન પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું કે તેને એ વાતથી આશ્ચર્ય નથી કે સાઉથની ફિલ્મો સારી રીતે ચાલી રહી છે.

Trending Entertainment
અનિલ કપૂરે

કોઈપણ ફિલ્મ માટે બોક્સ ઓફિસ ખૂબ મહત્વ ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સાઉથ સિનેમાએ બોલિવૂડને પાછળ છોડીને બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. કારણ કે સાઉથની ફિલ્મો હિન્દી દર્શકોને ખૂબ પ્રભાવિત કરી રહી છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ સાઉથ સિનેમાની ‘પુષ્પા’, ‘RRR’ અને ‘KGF 2’ના બોક્સ ઓફિસના આંકડા દર્શાવે છે. આ જોઈને સવાલ એ ઉઠશે કે શું ખરેખર સાઉથ સિનેમાએ જ બોક્સ ઓફિસ પર રાજ ચલાવવાનું શરૂ કરી દીધું છે.

તાજેતરમાં જ સલમાન ખાને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે દક્ષિણ સિનેમાની ફિલ્મો આટલું સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ અમારી ફિલ્મો દક્ષિણમાં કેમ નથી ચાલતી. હવે પીઢ અભિનેતા અનિલ કપૂરે આનાથી ઊલટું પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે સાઉથની ફિલ્મો બોલિવૂડને પછાડી દીધી છે તેનાથી તેમને જરાય આશ્ચર્ય નથી, પરંતુ તેમનું માનવું છે કે સાઉથની ફિલ્મો હંમેશા સારો દેખાવ કરતી હોય છે.

અનિલ કપૂરને ગમે છે સાઉથની ફિલ્મો

ફિલ્મ ‘થાર’ના ટ્રેલર લૉન્ચ વખતે અનિલ કપૂરને હિન્દી વિસ્તારોમાં સાઉથની ફિલ્મોના સારા પ્રદર્શન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તે તેનાથી ચિંતિત છે. આ અંગે અનિલ કપૂરે કહ્યું, ‘હંમેશાથી સાઉથમાં સારી ફિલ્મો બનાવી રહ્યા છીએ. રામ શ્યામ, એક દૂજે કે લીએ. શાનદાર ફિલ્મો બનાવી છે. મેં મારા કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મથી કરી હતી અને મેં સાઉથમાંથી ઘણું શીખ્યું છે. સાઉથની ફિલ્મોના સારા પ્રદર્શનથી મને આશ્ચર્ય નથી થયું કારણ કે તેઓ વર્ષોથી આ કરી રહ્યા છે અને તેઓ આમ કરતા રહેશે અને હું હંમેશા તેમનાથી પ્રેરિત રહ્યો છું. મને બાબુ સાહેબ સાથે કામ કરવાનો મોકો મળ્યો. પછી મેં મણિરત્નમ સાથે તેમની પહેલી ફિલ્મમાં કામ કર્યું જે કન્નડ ફિલ્મ પણ હતી. મને તેમની ફિલ્મો હંમેશા પસંદ આવી છે.

ફિલ્મ થારનું ટ્રેલર રિલીઝ

જણાવી દઈએ કે અનિલ કપૂર અને તેનો પુત્ર હર્ષવર્ધન કપૂર ફિલ્મ ‘થાર’માં સાથે જોવા મળવાના છે. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર બહાર પડી ગયું છે. 18 એપ્રિલે રિલીઝ થનારી ફિલ્મ ‘થાર’ના 2 મિનિટના ટ્રેલરે લોકોમાં ઉત્સાહ વધાર્યો છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મની વાર્તા દાણચોરીની આસપાસ ફરતી જોવા મળશે. રાજ સિંહ ચૌધરી દ્વારા નિર્દેશિત, ‘થાર’માં સતીશ કૌશિક અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 6 મે, 2022ના રોજ રિલીઝ થશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો:એસિડ પીને મુનવ્વર ફારૂકીની માતાએ કરી હતી આત્મહત્યા, જાણો કેમ ટૂંકાવ્યું હતું જીવન

મંતવ્ય