YouTube Musicમાં PC યુઝર્સ માટે એક નવું ફીચર લાવામાં આવી રહ્યું છે. આ ફીચરથી યુઝર્સ તેમના મનપસંદ ગીતો વગર ઈન્ટરનેટ પણ YouTube Music પર સાંભળી શકશે. ગૂગલના મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની આ સુવિધા પહેલા મોબાઈલ ડિવાઈસ અને ટેબ્લેટમાં વગેરે ઉપલબ્ધ હતી, પણ હવે યુઝર્સ તેમના મનપસંદ ગીતો તેમના PC પર ઑફલાઇન પણ સાંભળી શકશે. કંપનીએ આ ફીચરને રોલઆઉટ કરવાની શરૂઆત કરી દીધી છે. ટૂંક સમયમાં, આ સુવિધા તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
કેવી રીતે ઉપયોગ કરવું ?
- યુઝર્સ યુટ્યુબ મ્યુઝિક વેબસાઈટ પર જઈને તેમના મનપસંદ ગીતોને ઓફલાઈન સાંભળવા અને ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા YouTube Musicની વેબસાઈટ પર જવું પડશે.
- અહીં તમને એક મેસેજ દેખાશે જે ઑફલાઇન સાંભળવા માટે ગીત ડાઉનલોડ કરવા માટે છે.
- તમે સાઇડબારમાં આપેલ લાઇબ્રેરી ટેબમાં આ મેસેજ જોઈશ શકો છો.
- લાઇબ્રેરી ટેબ પર જઈને આ ફીચર પર ક્લિક કરવાની સાથે જ તમને ડાઉનલોડ્સ ટેબ જોવા મળશે.
- આમાં તમે તમારા મનપસંદ ગીતો ડાઉનલોડ કરી શકશો અને ઑફલાઇન સ્ટ્રીમિંગ માટે તેનો ઉપયોગ કરી શકશો.
તમને જણાવી દઈએ કે, યુટ્યુબનું આ ફીચર હાલમાં જ રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તમને યુટ્યુબ મ્યુઝિક વેબસાઇટ પર આ ઓપ્શન દેખાતો નથી, તો તમારે થોડા દિવસો રાહ જોવી પડશે.
આવી રીતે ગીતો ડાઉનલોડ કરો
- યુટ્યુબ મ્યુઝિકમાં તમારા મનપસંદ ગીતો ડાઉનલોડ કરવા માટે, તમારે તમારા Google એકાઉન્ટથી લોગ ઇન કરવાનું રહેશે.
- આ બાદ, તમે જે ગીત ડાઉનલોડ કરવા ઈચ્છો છો, તેને ઑફલાઇન સ્ટ્રીમિંગ માટે ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
- યુઝર્સ યુટ્યુબ મ્યુઝિકમાંથી પોડકાસ્ટ, આલ્બમ અથવા ગીતો અથવા પ્લેલિસ્ટ પણ ડાઉનલોડ કરી શક્શે.
- ગીતો ડાઉનલોડ કર્યા બાદ, તમે ઇન્ટરનેટ વગર પણ ડાઉનલોડ સાઈડ પર જઈને તમારા મનપસંદ ગીતો સાંભળી શકશો.
- આ ફીચર ખાસ કરીને એવા સ્થળોએ ઉપયોગી કરવામાં આવશે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોય છે.
આ પણ વાંચો : ઓટો સેક્ટરમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ અને કારની કિમંતો સહિત થયા મોટા બદલાવ
આ પણ વાંચો : પીળા બ્લિન્કર કેટલા મોંઘા હોય છે? જાણો તેની કિંમત અને ઉપયોગ
આ પણ વાંચો : મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના
આ પણ વાંચો : સાઉદી અરેબિયાની ગ્રાન્ડ મસ્જિદમાં લોકોને મદદ કરી રહ્યો છે રોબોટ