Not Set/ જાણો કઈ રાશી માટે કેવો રહેશે ઓક્ટોબર મહિનો, વાંચો ભવિષ્ય

મેષ- તમારાં કાર્ય ક્ષેત્રમાં ઉતાર ચડાવ આવવાની સંભાવના છે. ધંધામાં લાભનાં અવસર પણ મળી શકે છે. નોકરીમાં પોતાનાં સહકર્મીઓથી તણાવ થઇ શકે છે. આ મહિનો વિદ્યાર્થીઓ માટે શુભ ફળદાયી છે. આ મહિનાની  4,5,13,14 અને 23,24 ના કોઈ નવા કામનો આરંભ ન કરો તો સારું રહેશે. પરિવાર સાથે પ્રોબ્લેમ વધી શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વૃષભ- […]

Uncategorized
horoscope જાણો કઈ રાશી માટે કેવો રહેશે ઓક્ટોબર મહિનો, વાંચો ભવિષ્ય

મેષ-

તમારાં કાર્ય ક્ષેત્રમાં ઉતાર ચડાવ આવવાની સંભાવના છે. ધંધામાં લાભનાં અવસર પણ મળી શકે છે. નોકરીમાં પોતાનાં સહકર્મીઓથી તણાવ થઇ શકે છે. આ મહિનો વિદ્યાર્થીઓ માટે શુભ ફળદાયી છે. આ મહિનાની  4,5,13,14 અને 23,24 ના કોઈ નવા કામનો આરંભ ન કરો તો સારું રહેશે. પરિવાર સાથે પ્રોબ્લેમ વધી શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.

વૃષભ-

આ મહીને તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. કોઈ કાર્યને કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સફળ થવાની સંભાવના દેખાઈ રહી છે.વિદ્યાર્થીઓ માટે આ મહિનો સામાન્ય હશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ધંધા માટે આ મહિનો થોડો તણાવ ભર્યો રહી શકે છે. આ મહિનાની 6,7,15,16  અને 24,25 તારીખ તમારા માટે તણાવપૂર્ણ સ્થિતિ પેદા કરી શકે છે.

મિથુન-

સુખ સુવિધામાં વધારો થશે. આર્થિક નુકશાન થવાની સંભાવના. નોકરીમાં પદ- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ સંભવ. સ્વાસ્થ્ય સંબંધે સજાગતા રાખવી. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા. શત્રુથી સાવધાન. આ મહિનાની 8, 9, 17, 18 અને 19, 30 તારીખે કોઇપણ કાર્ય કરતા પહેલાં વિચાર કરવો જરૂરી છે.

કર્ક-

આ મહિનો તમારો એકદમ સરસ જઈ શકે એમ નથી. ઘણાં કાર્યોમાં પરેશાની અને વિલંબ થવાથી માનસિક તણાવ થઇ શકે છે. કરિયરમાં શુભ સમાચાર મળી શકે છે. આ મહિનાની 4, 5, 13, 14, 22 તારીખ તમારા માટે પરેશાની પેદા કરી શકે છે. આ દિવસે કોઈ કાર્ય કરવું નુકસાનદાયક થઇ શકે છે.

સિંહ-

આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કામકાજમાં સફળતા મળી શકે છે. નોકરીમાં ઉન્નતી થઇ શકે છે. વિદ્યાર્થીઓની સારી ઉન્નતી થઇ શકે છે. દાંપત્યજીવન પણ સારું થઇ શકે છે.જીવનસાથીનો સહયોગ મળશે. 4, 5, 13, 14 અને 22, 23 તારીખે કોઈ નવું કાર્ય કરવું નહી.

કન્યા-

ધનલાભ થવાની સંભાવના. ભાગ્ય પણ તમારો સાથ આપશે. નોકરીમાં લાભ થઇ શકે છે.માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ આવી શકે છે. પારિવારિક માહોલ સારો થઇ શકે છે. આ મહિનાની 6, 7, 15, 16 અને 24, 25 તારીખ તણાવપૂર્ણ હોઈ શકે છે.

તુલા-

સુખ સુવિધામાં ફાયદો. પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે.વ્યવસાયમાં લાભ. વિધાર્થીઓ માટે આ સમય ઉન્નતિદાયક. શારીરિક અસ્વસ્થતા થઇ શકે છે. ભાગ્ય સાથ આપશે પરંતુ ભાગદોડ રહી શકે છે. આ મહિનાની 9, 10, 18, 19, 29, 30 તારીખે કોઇપણ નવું કામ અથવા શુભ કાર્ય કરવું નહી.

વૃશ્ચિક-

વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. લાભ થવાનાં અવસર મળી શકે છે. નોકરીમાં ઉચ્ચ પદ મેળવવા માટે સારો સમય. આર્થિક લાભ થવાની સંભાવના. આ મહિનાની 1, 2, 3, 11, 12, 20, 21 તારીખે કોઇપણ કાર્ય નુકસાનદાયક હોઈ શકે છે.

ધન-

સંઘર્ષ શક્તિ વધશે. નવા કાર્યનાં શુભારંભથી લાભ મળી શકે છે. ભાગ્ય સાથ આપશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પેદા થઇ શકે છે. માનસીક અશાંતિ થઇ શકે છે. આ મહિનાની 4, 5, 13, 14 અને 22, 23 તારીખે નવું કાર્ય શરુ કરવું નહી.

મકર-

આર્થિક પરેશાનીને કારણે મન પરેશાન રહી શકે છે. મન સમ્માન અને સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. આર્થિક દ્રષ્ટીએ લાભ થઇ શકે છે. વિધાર્થીઓને સફળતા મળી શકે છે. દાંપત્યજીવનમાં તણાવ આવી શકે છે. આ મહિનાની 6, 7, 15, 16, 24, 25 તારીખ તમારા માટે બહુ સારી નથી.

કુંભ-

આર્થિક દ્રષ્ટીએ લાભ. ધંધામાં ભાગદોડ રહી શકે છે. ભાગ્ય પણ સાથ આપશે. શત્રુઓ સાથે વિવાદમાં ન પડવું. સ્વાસ્થ્ય સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. જીવનસાથી સાથે મતભેદ. આ મહિનાની 9, 10, 18, 19 અને 27, 28 તારીખ તમારા માટે સારી નથી.

મીન-

આ મહિનો તમારા માટે બહુ સારો નથી. વધુ આર્થિક ખર્ચ થવાની સંભાવના. દાંપત્યજીવનમાં સહયોગ મળી શકે છે. આ મહિનાની 1, 2, 3, 11, 12 અને 20, 21 તારીખ તમારા માટે લાભદાયી નથી.