Not Set/ નદીમાં ન્હાવા જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો, પછી જવાનું નક્કી કરજો

શિક્ષક સાથે વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા

Gujarat
death 21 નદીમાં ન્હાવા જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો, પછી જવાનું નક્કી કરજો

@સચિન પિઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ.

સુરેન્દ્રનગરના દુધરેજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે પાણીના ખાડામાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનું મોત; બેનો બચાવ

શિક્ષક સાથે વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા

 

સુરેન્દ્રનગર દુધરેજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ગયેલ ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક વિધાર્થીનું ખાડામાં ડૂબી જતાં મોત નિપજવાનો ગોઝારો બનાવ બનવા પામ્યો હતો.

IMG 20210802 WA0048 નદીમાં ન્હાવા જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો, પછી જવાનું નક્કી કરજો

સુરેન્દ્રનગર દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ગયેલ ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક વિધાર્થીનું ખાડામાં ડૂબી જતાં મોત નિપજવાનો ગોઝારો બનાવ બનવા પામ્યો હતો. આ ગોઝારી ઘટનામાં ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનુ મોત નિપજતાં એના પરિવારજનો સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

IMG 20210802 WA0049 નદીમાં ન્હાવા જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો, પછી જવાનું નક્કી કરજો

ફ્રેન્ડશિપ ડે હોઇ શિક્ષકની સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે પાણી ભરેલા ખાડામાં ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા જ્યારે ઉર્વેશ ઇમરાનખાન પઠાણ નામના યુવાનનું કેનાલના પાણીમાં ડુબી જવાથી કમકમાટીભર્યુ મોત નિપજવાની ઘટના બનતા આ આશાસ્પદ યુવાનના અકાળે મોતની ઘટનાથી પરિવારજનોએ રોકકળ સાથે આક્રન્દ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.