Election/ વાંચો સમગ્ર રાજ્યમાં દિવસભરમાં મતદાન પ્રક્રિયા દરમિયાન શું શું થયું

રાજ્યમાં “મતદાન” ના દિવસે કેટલીક ઘટનાઓને બાકાત કરતા સમગ્ર મતદાનની પ્રક્રિયા ખુબજ શાંતિ પૂર્વક અને કોરોનાની સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલી રહી છે. સવારના 7 વાગ્યાની સાથે જ રાજ્યના 6 મહાનગરોમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. શરૂઆતના ત્રણ કલાક સુધી તમામ મહાનગરોમાં ખુબજ ઓછું મતદાન થયું હતું. જોકે, બપોરના 12 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં થોડોક […]

Gujarat
PICTURE 4 283 વાંચો સમગ્ર રાજ્યમાં દિવસભરમાં મતદાન પ્રક્રિયા દરમિયાન શું શું થયું

રાજ્યમાં “મતદાન” ના દિવસે કેટલીક ઘટનાઓને બાકાત કરતા સમગ્ર મતદાનની પ્રક્રિયા ખુબજ શાંતિ પૂર્વક અને કોરોનાની સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલી રહી છે. સવારના 7 વાગ્યાની સાથે જ રાજ્યના 6 મહાનગરોમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. શરૂઆતના ત્રણ કલાક સુધી તમામ મહાનગરોમાં ખુબજ ઓછું મતદાન થયું હતું. જોકે, બપોરના 12 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં થોડોક બદલાવ જોવા મળ્યો હતો.બપોરે લોકો વોટ આપવા માટે પોતાના ઘરથી બહાર નીકળીને મતદાન કેન્દ્ર પર પહોંચતા બપોરના સમયે મતદાનની પ્રક્રિયાને થોડોક વેગ મળ્યો હતો.

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ ચુક્યું હતું. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. આગામી 23 તારીખે મતગણતરી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યની  6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં અમદાવાદ મનપાની એક બેઠક બિનહરીફ થઈ છે. બાકી બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ થી ચૂકયુ છે. મતદાનને લઇને તંત્ર તરફથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

વાંચો સમગ્ર રાજ્યમાં દિવસભરમાં મતદાન પ્રક્રિયા દરમિયાન શું શું થયું હતું ?

  • જુહાપુરાની એવન સ્કુલમાં દોઢ કલાક માટે ઈવીએમ મશીન ખોરવાઈ જવાની ફરિયાદ સામને આવતા મતદારો હેરાન પરેશાન થયા હતા.
  • અમદાવાદના વસ્ત્રાલમાં ઈવીએમ મશીનને લોકોને હેરાન પરેશાન કર્યા હોવાની વિગતો સામને આવી હતી.
  • અમદાવાદના પાલડીની હેમરાજ સ્કૂલમાં એક કલાક માટે ઈવીએમ મશીન બંધ પડી જતા ભારે હાલાકી ઉભી થઇ હતી.
  • રાજકોટમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બનતા ખુરશી અને ટેબ્લોમાં તોડફોડ કરાતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડયો હતો.
  • સુરતમાં કૉંગેસને ભાજપ વચ્ચે બબાલ થતા 10 કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી.
  • અમદાવાદમાં મેઘાણીનગર, પાલડી અને નરોડામાં સામાન્ય ચક્મકના કિસ્સા સામને આવ્યા હતા.
  • જામનગરમાં પણ ઈવીએમ મશીન ખોરવાઈ જવાની વિગતો સામને આવતા મતદારો નારાજ થયા હતા.
  • વડોદરામાં પણ કૉંગેસ અને ભાજપના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો.
  • અમદાવાદમાં ઇન્દ્રપુરી વોર્ડમાં આપ એ વાંધો ઉઠાવ્યો હતો, ઈવીએમ મશીન ખોરવાઈ ગઈ હોવાની વિગતો આવી હતી સામને
  • અમદાવાદના થલતેજમાં પણ ઈવીએમ મશીને લોકોને હેરાન પરેશાન કર્યા હતા.
  • અમદાવાદના એલીઝ્બ્રીજ માંથી બોગસ વોટિંગ કરતો એક ઈસમ ઝડપાયો હતો.
  • સુરતના ડીંડોલીમાં ઈવીએમ મશીન ખોરવાઈ ગઈ હતી.
  • અમદાવાદના વાસણા ખાતે પણ ઈવીએમ મશીન ખોરવાઈ જવાની ફરિયાદ સામને આવી હતી.
  • નવરંગપુરામાં બોગસ વોટિંગ સામને આવતા કોંગેસે લેખિતમાં ફરિયાદ આપી હોવાના અહેવાલો સામને આવ્યા હતા.
  • અમદાવાદના મિર્જાપુર વિસ્તારમાં ઈવીએમ મશીન એક કલાક સુધી ખોરવાઈ જતા મતદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
  • ઘાટલોડિયામાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીનો કિસ્સો સામને આવ્યો હતો.
  • ચાંદખેડામાં પણ મતદારો દ્વારા હોબાળો કરાતા પોલીસે તાબડતોડ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધી હતી