Not Set/ ખરેખર!! પોતાને ભગવાન રામનો વંશજ બતાવી આ વકીલે SC માં દાખલ કર્યુ એફિડેવિટ

ત્રેતાયુગનાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કળયુગમાં પણ પ્રાસંગિક છે. ભગવાન રામ દેશમાં આજે એક મોટી ચર્ચાનો વિષય છે, શેરીઓથી લઈને સંસદ અને પછી કોર્ટ સુધી, ભગવાન રામ આજે સમાચારોમાં છે. આ દરિમયાન એક એવો મામલો સામે આવ્યો છે જે તમને થોડો સમય વિચારવા મજબૂર કરી શકે છે. આપને જણાવી દઇએ કે, છત્તીસગઢ હાઈકોર્ટનાં વકીલ હનુમાન […]

India
advocate hanuman ખરેખર!! પોતાને ભગવાન રામનો વંશજ બતાવી આ વકીલે SC માં દાખલ કર્યુ એફિડેવિટ

ત્રેતાયુગનાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કળયુગમાં પણ પ્રાસંગિક છે. ભગવાન રામ દેશમાં આજે એક મોટી ચર્ચાનો વિષય છે, શેરીઓથી લઈને સંસદ અને પછી કોર્ટ સુધી, ભગવાન રામ આજે સમાચારોમાં છે. આ દરિમયાન એક એવો મામલો સામે આવ્યો છે જે તમને થોડો સમય વિચારવા મજબૂર કરી શકે છે. આપને જણાવી દઇએ કે, છત્તીસગઢ હાઈકોર્ટનાં વકીલ હનુમાન પ્રસાદ અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો છે કે તે ભગવાન રામનાં વંશજ છે.

તેમણે આ તરફેણમાં દલીલ કરતાં કહ્યું છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, શું કોઈ ભગવાન રામનો વંશજ છે? મને જ્યારે આ વિશે માહિતી મળી ત્યારે મેં ઇન્ટરનેટ પરથી પુરાવા એકત્રિત કર્યા અને એફિડેવિટ તૈયાર કરી સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા.

હનુમાન પ્રસાદ અગ્રવાલે જણાવ્યું હતુ કે ભાગવતમાં લખ્યું છે કે, અગ્રવાલ સમુદાયનાં પૂર્વજ મહારાજા અગ્રસેન ભગવાન રામનાં પુત્ર કુશની 34 મી પેઢીનાં વંશજ હતા. આજે, બધા અગ્રવાલ મહારાજા અગ્રસેનનાં પુત્ર અને પૌત્ર જેવા છે, ત્યારે આ સૌ ભગવાન રામનાં વંશજ હતા.

આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈએ પોતાને ભગવાન રામનો વંશજ હોવાનો દાવો કર્યો હોય. આ પહેલા રાજસ્થાનનાં રાજવી પરિવારોએ પણ પોતાને ભગવાન રામનાં વંશજ ગણાવ્યા હતા. ભાજપનાં સાંસદ અને ઉદેપુરનાં અરવિંદસિંહ મેવાડે પણ પોતાને ભગવાન રામનાં વંશજ ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, મારો પરિવાર ભગવાન શ્રી રામનો સીધો વંશજ છે.

અમે રામ જન્મભૂમિ પર દાવો કરવા માંગતા નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બને. વળી જયપુરનાં રાજવી પરિવારનાં સભ્ય અને ભાજપનાં સાંસદ દિયા કુમારી પણ દાવો કરી ચુકી છે કે ભગવાન રામનાં વંશજો વિશ્વભરમાં છે, જેમાં તેમનો પરિવાર પણ છે. તેમના કહેવા મુજબ, તેમનો પરિવાર ભગવાન રામનાં પુત્ર કુશનો વંશજ છે.

નોંધનીય છે કે, અયોધ્યા રામ જન્મ જમીન વિવાદની સુનાવણી ભારતનાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. મહત્વનું છે કે, 8 માર્ચે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદનાં સમાધાન માટે સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ ફકીર મુહમ્મદ ઇબ્રાહિમ કાલિફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનનાં સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ એડવોકેટ શ્રીરામ પાંચુ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.