કચ્છ/ દીકરીને મારવાનું કારણ એક તો તે છોકરી હતી અને વધુમાં તે બીમાર રહેતી હતી પછી પિતાએ કર્યું એવું કે..

હેવાન પિતાએ અને તેના બે સાથીદારોની મદદથી માતાની નજર ચૂકવી ચાર મહિનાની બાળકીનું અપહરણ કરાવી મારવા માટે..

Gujarat Others
Untitled 16 23 દીકરીને મારવાનું કારણ એક તો તે છોકરી હતી અને વધુમાં તે બીમાર રહેતી હતી પછી પિતાએ કર્યું એવું કે..

બેટી બચાઓ અને બેટી પઢાઑ, ના નર માત્ર બેનરો પૂરતા જ સાબિત થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આજે પણ દીકરીના જન્મને ઘૃણા ની ધર્ષતીથી જોવામાં આવે છે. દીકરીને દુધ પીતી કરવાના જમણા તો હવે ગયા. પરંતુ આ કલયુગી પિતાએ દીકરીને મારવા માટે અનોખો માર્ગ અપનાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામમાં એક હેવાન બાપ નો ચહેરો સામે આવ્યો છે. ગડપાદરમાં રહેતા આ કળિયુગી બાપે પોતાની જ ચાર મહિનાની દિકરીને મારી નાખવા ઝાડીઓમાં મૂકી આવ્યો હતો.  પરંતુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં જ બાળકીને શોધી લઈ તેની માતાને સુપરત કરી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈરાતે હેવાન પિતાએ અને તેના બે સાથીદારોની મદદથી માતાની નજર ચૂકવી ચાર મહિનાની બાળકીનું અપહરણ કરાવી મારવા માટે જંગલની ઝાડીમાં મૂકી આવ્યા હતો.  બાળકીના માતાની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થયાની ફરિયાદ લખાવા પહોંચ્યો હતો.

પોલીસે પણ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી.  જેમાં પિતા પર શંકા જતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો.  સગા બાપે જ નાની બાળકીને મારવા માટે આ કૃત્ય કર્યું છે.  તે જાણી પોલીસ પણ અચંબામાં રહી ગઈ હતી.  તપાસ હાથ ધરતા 6 કલાક બાદ બાળકી જીવતી મળી આવતા તેની માતાને સોંપવામાં આવી હતી.  સાથે જ આરોપી . (૧) રાજકરન રામઅવધ પટેલ ઉ.વ ૩૭ રહે. વીમળાબેનના મકાનમાં ગાયત્રી સોસાયટી ગળપાદર ગાંધીધામ (2) કમલાકાત ગુલાબી પટેલ ઉ.વ ૧૯ રહે.કાઝુપડા ગાંધીધામ (૩) અંકીત હરીયદ પટેલ ઉ.વ૧૯ રહે.કાર્ગો ઝુપડા ગાંધીધામ ની ધરપકડ કરી રાઉન્ડ અપ કર્યા હતા.

બાળકીને મારવા પાસે નું કારણ એક તો તે છોકરી હતી અને તેની બીમારી માં વધુ રૂપિયા ખર્ચ થતા હોવાનું કારણે આરોપીએ આ પગલું ભર્યું હતું
ગણતરીના કલાકમાં બાળકી ની શોધ કરી ગાંધીધામ પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એચ.કે.હુંબલ તથા પો.સબ.ઇન્સ, ડી, જી.પટેલ તથા એ.એસ.આઇ ગોપાલભાઇ નાગશીભાઇ તથા પો.હે.કોન્સ સંજયદાન મનુદાન તથા હિરેન કલ્યાણજી તથા પો.કોન્સ યોગેશભાઇ ગોવિંદભાઇ તથા જીતેન્દ્રસિંહ રણજીતસિહ તથા કૃષ્ણસિહ નરેન્દ્રસિંહ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.

lata mangeshkar / લતા મંગેશકર આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી

અલવિદા લતાદીદી.. / જાણો, કોના કહેવા પર લતા મંગેશકરે રાખ્યું હતું મૌનવ્રત, આ છે કારણ

Lata Mangeshkar death / રાજ કપૂર લતા મંગેશકર સાથે ‘સત્યમ શિવમ સુંદરમ’ બનાવવા માંગતા હતા