Not Set/ રેસીપી/ શિયાળામાં આ રીતે ઘરે બનાવો આમળાનો મુરબ્બો

સામગ્રી આમળાનો મુરબ્બો ની રેસીપી બનાવવા માટે 20 આમળા 2 1/2 કપ સાકર 1/2 ટીસ્પૂન એલચી પાવડર થોડા કેસરના રેસા બનાવવાની રીત આમળાનો મુરબ્બો બનાવવા માટે પહેલા આમળાને બહુ સારી રીતે ધોઇ લો પછી તેના પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર 10 મિનિટ સુધી […]

Uncategorized
mahiaapaap 9 રેસીપી/ શિયાળામાં આ રીતે ઘરે બનાવો આમળાનો મુરબ્બો

સામગ્રી

આમળાનો મુરબ્બો ની રેસીપી બનાવવા માટે
20 આમળા
2 1/2 કપ સાકર
1/2 ટીસ્પૂન એલચી પાવડર
થોડા કેસરના રેસા

બનાવવાની રીત

આમળાનો મુરબ્બો બનાવવા માટે પહેલા આમળાને બહુ સારી રીતે ધોઇ લો પછી તેના પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર 10 મિનિટ સુધી બાફી લીધા પછી નીતારવા માટે બાજુ પર મૂકી દો.

હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં 3 કપ પાણીમાં સાકર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં આમળા ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 30 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી અથવા આમળા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી રાંધી લો. તે પછી પૅનને ઢાંકણ વડે ઢાંકીને આમળા સંપૂર્ણ પરિપકવ થવા માટે 2 દીવસ બાજુ પર રાખો.

બે દીવસ પછી આમળાને ચાસણીમાંથી નીતારીને બન્નેને બાજુ પર રાખો.હવે સીરપને તે જ પૅનમાં નાંખી, તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરી, સારી રીતે મિક્સ કરીને ઉંચા તાપ પર 8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

હવે નીતારીને રાખેલા આમળા ફરીથી આ ચાસણીમાં ઉમેરી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આમ તૈયાર થયેલા આમળાને સંપૂર્ણ ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરીને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.