સામગ્રી
દૂધ 1 લીટર
અડધો કપ બાસમતી ચોખા
100 ગ્રામ ખાંડ
અડધી ચમચી કેસર
એક- એક ચમચી કાજુ, બદામ, પિસ્તાની કતરન
4 થી 5 નંગ ઈલાયચી
બનવવાની રીત
પહેલાં તો તમે એક ચમચી ધી માં ચોખાને સારી રીતે શેકી લો. ચોખા શેકાય જાય એટલે તેમાં થોડું પાણી નાખી ઉકાળી લો. ચોખા થોડા કાચા-પાકા રહેવા જોઈએ.
ત્યાર પછી દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, પછી તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી બરાબર ઉકાળો.
10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અને વાંટેલી ઈલાયચી નાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો.