Not Set/ તમારા ઘરે ચોકલેટ ફજ કેવી રીતે બનાવશો, જુઓ આ રેસીપી

જમ્યા પછી જો ડેઝર્ટ મળી જાય તો તેની મજા જ કઈક અલગ છે. ડેઝર્ટમાં આઈસ્ક્રીમ અને સ્વીટ તો બધા ખાતા જ હશે પરંતુ આજે તમારા માટે અમે એક સ્પેશ્યલ ડેઝર્ટ લઈને આવ્યા છીએ. આ ડેઝર્ટ છે, લોનાવાલાની પ્રખ્યાત આઈટમ ચોકલેટ ફજ. ચાર વ્યક્તિ માટે ચોકલેટ ફજ બનાવવા માટે જોઇશે આટલી સામગ્રી ૨૦૦  ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક […]

Uncategorized
chocalate fudje તમારા ઘરે ચોકલેટ ફજ કેવી રીતે બનાવશો, જુઓ આ રેસીપી

જમ્યા પછી જો ડેઝર્ટ મળી જાય તો તેની મજા જ કઈક અલગ છે. ડેઝર્ટમાં આઈસ્ક્રીમ અને સ્વીટ તો બધા ખાતા જ હશે પરંતુ આજે તમારા માટે અમે એક સ્પેશ્યલ ડેઝર્ટ લઈને આવ્યા છીએ.

આ ડેઝર્ટ છે, લોનાવાલાની પ્રખ્યાત આઈટમ ચોકલેટ ફજ.

ચાર વ્યક્તિ માટે ચોકલેટ ફજ બનાવવા માટે જોઇશે આટલી સામગ્રી

  • ૨૦૦  ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક
  • ૮૦ ગ્રામ ડાર્ક ચોક્લેટ
  • ૧ ચમચી અધકચરા સમારેલા અખરોટ
  • ચપટી મીઠું
  • ૨૫ ગ્રામ માખણ

બનાવવાની રીત :

સૌપ્રથમ ગરમ કરેલા લોયામાં કન્ડેસડ મિલ્ક નાખો.

કન્ડેસ્ડ મિલ્ક નવશેકું ગરમ થાય એટલે ડાર્ક ચોકલેટના કટકા અને અધકચરા સમારેલા અખરોટના ટુકડા નાખો.(અખરોટના બદલે તમે બીજો કોઈ સુકોમેવો પણ લઇ શકો છો)

આ મિશ્રણ થોડું ઘટ્ટ જણાય એટલે તેમાં માખણ નાખો.

બધું મિશ્રણ એક સરખું મિક્સ થઇ જાય એટલે એક ગ્રીસ લગાવેલી ટ્રેમાં કાઢી લો.

જયારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે ચપ્પુથી પીસ કરી લો.

તો તૈયાર છે ચોકલેટ ફજ.

ચોકલેટ ફજ સામાન્ય રીતે બાળકોને ખુબ જ પસંદ હોય છે. આમ ઘરે ચોકલેટ ફજ બનાવી તમે ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકો છો.