Not Set/ રેસીપી/ આ રીતે ઘરે બનાવો રવા નાળિયેરની બરફી

સામગ્રી: 3 ચમચી દેશી ઘી અડધો કપ છીણેલું નાળિયેર 3/4 કપ ખાંડ 3/4 કપ સોજી 2 કપ દૂધ 1 ટીસ્પૂન તજ બનવાની રીત પહેલાં તો એક કડાઈમાં ઘી લો તેમાં સોજી અને છીણેલા નાળિયેરને મધ્યમ આંચ પર બરાબર શેકી લો. ત્યારબાદ બંને વસ્તુ શેક્ય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે એક સોસપેન લો અને તેમાં […]

Uncategorized
mahiaapa 11 રેસીપી/ આ રીતે ઘરે બનાવો રવા નાળિયેરની બરફી

સામગ્રી:

3 ચમચી દેશી ઘી

અડધો કપ છીણેલું નાળિયેર

3/4 કપ ખાંડ

3/4 કપ સોજી

2 કપ દૂધ

1 ટીસ્પૂન તજ

બનવાની રીત

પહેલાં તો એક કડાઈમાં ઘી લો તેમાં સોજી અને છીણેલા નાળિયેરને મધ્યમ આંચ પર બરાબર શેકી લો. ત્યારબાદ બંને વસ્તુ શેક્ય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે એક સોસપેન લો અને તેમાં દૂધ નાખીને ઉકાળી લો.દૂધ ઉકાળ્યા પછી તેમાં સોજી અને નાળિયેરનું મિશ્રણ એડ કરી દો.

મિશ્રણ એડ કર્યા પછી ધ્યાન રાખવું કે દૂધને સતત હલાવતા રહેવું, જેથી તેમાં કોઈ ગઠ્ઠો ના આવે.

જ્યારે દૂધ ખૂબ ઘટ્ટ થાય, તેમાં તજ પાવડર અને ખાંડ નાખો.બંને વસ્તુ ઉમેર્યા પછી, દૂધને 5 થી 10 મિનિટ સુધી સખત થવા દો.જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય છે, તેને ઠંડુ થવા દો.એક ટ્રે લો અને તેને ઘી વડે ગ્રીસ કરો.ગ્રીસ થયા પછી તેમાં નાળિયેરનું મિશ્રણ નાખો.

હવે બર્ફીને સેટ થવા દેવા માટે ફ્રિજમાં મુકો. તૈયાર છે રવા નાળિયેર બર્ફી તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.