Not Set/ રેસીપી: આ રીતે બનાવો ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી

સામગ્રી 2 કપ ફણસી (ત્રાંસી કાપેલી) 2 ટેબલસ્પૂન તેલ એક ચપટીભર હીંગ એક ચપટીભર બેકીંગ સોડા 2 ટીસ્પૂન કોર્નફ્લોર 1 કપ નાળિયેરના દૂધમાં ઓગાળેલું 2 ટેબલસ્પૂન શેકીને હલકો ભુક્કો કરેલી મગફળી 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું (સ્વાદાનુસાર) બનાવાની રીત… એક કઢાઇમાં તેલ ગરમ કરી લો પછી તેમાં હીંગ અને 3 થી 4 કપ પાણી નાખીને એક ઊભરો આવવા દો. તે પછી તેમાં ફણસી અને […]

Uncategorized
blol રેસીપી: આ રીતે બનાવો ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી

સામગ્રી

2 કપ ફણસી (ત્રાંસી કાપેલી)
2 ટેબલસ્પૂન તેલ
એક ચપટીભર હીંગ
એક ચપટીભર બેકીંગ સોડા
2 ટીસ્પૂન કોર્નફ્લોર

1 કપ નાળિયેરના દૂધમાં ઓગાળેલું
2 ટેબલસ્પૂન શેકીને હલકો ભુક્કો કરેલી મગફળી
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું (સ્વાદાનુસાર)

બનાવાની રીત…

એક કઢાઇમાં તેલ ગરમ કરી લો પછી તેમાં હીંગ અને 3 થી 4 કપ પાણી નાખીને એક ઊભરો આવવા દો. તે પછી તેમાં ફણસી અને બેકીંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો

ત્યારબાદ મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ અથવા ફણસી બરોબર રંધાઇ જાય ત્યા સુધી થવા દો અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં કોર્નફ્લોર-નાળિયેરના દૂધનું મિશ્રણ, મગફળી, લીલા મરચાં અને મીઠું નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો પછી તેને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી વધુ 2 થી 3 મિનિટ સુધી રાંધી લો અને પછી ગરમ ગરમ જ પીરસો.