સામગ્રી :
300 ગ્રામ મેથીની ભાજી
200 ગ્રામ વટાણા
અડધી ચમચી લાલ મરચું
અડધી ચમચી હળદર
મીઠું સ્વાદ અનુસાર
2 ચમચા ઘી
5 ચમચી તેલ
1 ચમચી જીરું
2 ચમચી આદુ લસણ મરચા
અડધી ચમચી ગરમ મચાલો
તજ, લવિંગ, તમાલ પત્ર સ્વાદ મુજબ
મોળું દહીં અને કોથમીર સર્વિંગ માટે
બનાવવાની રીત
સૌ પહેલા તમે ગેસ પર એક પેન મૂકી તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જય એટલે તેમાં જીરું 1 ટુકડો તજ, 2` લવિંગ, 1 તમાલ પત્ર , 2 એલચી ફાડેલી નાખો.
ત્યારબાદ તેમાં મેથી અને વટાણા પણ નાખો અને તેને સારી રીતે સાંતળો. લાલ મરચું ,મીઠું અને હળદર નાખો. આદુ મરચા અને લસણ નાખી ચમચા વડે હલાવો. ગરમ મસાલો નાખી ને પાણી ઉમેરો. લીલું લસણ નાખો. પાણી ઉકલે પછી તેમાં ચોખા નાખો.
થોડું ઉકાળ્યા પછી ગેસ ધીમો કરી ને બાફવા દો. બધું જ ચડી ગયા પછી તેમાં ઘી નાખો. કોથમીર નાખી ચમચા વડે હલાવી ગેસ ધીમો કરી ફરી ચડાવ દો. તૈયાર છે પુલાવ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.