Not Set/ સવારે નાસ્તામાં બનાવો વેજીટેબલ કટલેસ

સામગ્રી 500 ગ્રામ બટાકા 100 ગ્રામ ફ્લાવરનાં ફૂલ 100 ગ્રામ ફણસી 1 ગાડર 100 ગ્રામ લીલા વટાણા 7 લીલાં મરચાં, 1 કટકો આદું 1 ટેબલસ્પૂન તલ 25 ગ્રામ કોપરાનું ખમણ 1 નાની ઝૂડી લીલા ધાણા 100 ગ્રામ મેંદાનો લોટ 100 ગ્રામ બ્રેડક્રમ્સ (સૂકી બ્રેડનો ભૂકો) મીઠું, ખાંડ,આમચૂર, ખસખસ, તેલ (પ્રમાણસર) બનાવવાની રીત પહેલા તો બટાકાને […]

Uncategorized
aaay 8 સવારે નાસ્તામાં બનાવો વેજીટેબલ કટલેસ

સામગ્રી

500 ગ્રામ બટાકા

100 ગ્રામ ફ્લાવરનાં ફૂલ

100 ગ્રામ ફણસી

1 ગાડર

100 ગ્રામ લીલા વટાણા

7 લીલાં મરચાં,

1 કટકો આદું

1 ટેબલસ્પૂન તલ

25 ગ્રામ કોપરાનું ખમણ

1 નાની ઝૂડી લીલા ધાણા

100 ગ્રામ મેંદાનો લોટ

100 ગ્રામ બ્રેડક્રમ્સ (સૂકી બ્રેડનો ભૂકો)

મીઠું, ખાંડ,આમચૂર, ખસખસ, તેલ (પ્રમાણસર)

બનાવવાની રીત

પહેલા તો બટાકાને બાફી ઠંડા થાય એટલે  છોલી કોરા કરી વાટી લેવા. ફ્લાવર, ફણસી અન ગાજરનો વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક સમારી, વરાળથી બાફી લેવાં.

વટામાને વરાળથી બાફવા. બધું શાક ચાળણીમાં કાઢી, બરાબર કોરું થવા દેવું. પછી તેમાં બટાકાનો છૂંદો, મીઠું, ખાંડ, આમચૂર, વાટેલા આદું-મરચાં, તલ, કોપરાનું ખમણ અને લીલા ધાણાને સમારી, ધોઈ, તદ્દન કોરા કરી નાંખવાં. બધું ભેગું કરી,

ત્યાર પછી તેમાંથી પાન આકારની અથવા લંબગોળ આકારની કટલેસ બનાવવી. મેંદાના લોટમાં મીઠું નાંખી, તેનું પાતળું ખીરું બનાવી, તેમાં કટલેસ બોળી, બ્રેડક્રમ્સમાં રગદોળી, તવા ઉપર વધારે તેલ મૂકી ધીમા તાપે તળી લેવી.

સજાવટ

કોપરાના ખમણને લાલ, ગુલાબી અને લીલા ખાવાના રંગમાં રંગી સૂકવવું. એક ડિશમાં કટલેસને પાંદડી આકારે ગોઠવી ફૂલ જેવો અાકાર કરવો. ફૂલના ઉપરના ભાગમાં ગુલાબી ખમણ છાંટી વચ્ચે લાલ શેડ કરવો.

કટલેસની આજુબાજુ ડિશમાં લીલું ખમણ પાથરવું. વચ્ચે બાફેલા વટાણા છૂટા ગોઠવવા. ડિશની કિનાર ઉપર ટામેટાં, કાકડી અને બાફેલા બટાકાનાં પૈતાં ગોઠવવાં. બટાકાના સફેદ પૈતા ઉપર વચ્ચે લાલ ટપકું કરવું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.