તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં રૂ. ૮૧.૮૧ કરોડની વસુલાત
રાજકોટ મહાનગરપાલિકાને તેની વિવિધ આવાસ યોજનાના આવાસોના હપ્તા પેટે લાભાર્થીઓ પાસેથી છેલ્લા આઠ દિવસમાં રૂ. ૫.૧૦ કરોડની વિક્રમી આવક પ્રાપ્ત થયેલ છે. લાભાર્થીઓની જાગુતતા અંગે ખુશી વ્યક્ત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૦૮/૦૪/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૫,૧૦,૪,૬૩૭/- (પાંચ કરોડ દસ લાખ ચાર હજાર છસો સાડત્રીસ પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જે પૈકી ૯૦.૮૩%થી વધુ આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડમાં થયેલી છે. કમિશનરએ અન્ય એક બાબત ઉજાગર કરતા કહ્યું હતું કે, તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં એટલે કે, એક વર્ષના સમયગાળા દરમ્યાન આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૮૧,૮૧,૨૬,૬૮૨/- (એક્યાસી કરોડ એક્યાસી લાખ છવીસ હજાર છસો બ્યાશી પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જે પૈકી ૬૯.૦૮% આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડામાં થયેલી છે.
કાળાબજાર / મહારાષ્ટ્રમાં રેમેડિસિવિર ઇન્જેક્શનની અછત, 15,000માં કાળાબજારમાં વેચાણ,સરકારે હવે 1100 રૂપિયા કર્યા નિર્ધારિત
આ સંદર્ભમાં વધુ વાત કરતા કમિશનરએ એમ પણ ઉમેર્યું હતું કે, તા.૦૭/૦૪/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૨૨,૯૯,૯૪૭/- (એક કરોડ બાવીસ લાખ નવાણું હજાર નવસો સુડતાલીસ પુરા)ની આવક થયેલી છે. જે પૈકી ૯૩.૩૨% આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડામાં થયેલી છે. જે પૈકી રૂ.૧,૧૨,૯૦,૦૦૦/- (એક કરોડ બાર લાખ નેવું હજાર પુરા)ની આવક માત્ર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ EWS – II કેટેગરીમાં ૫૪૨, LIG કેટેગરીમાં ૧૨૬૮ તેમજ MIG કેટેગરીમાં ૪૪૦ આવાસોના હપ્તા પેટેની છે.
ઉમેદવાર કે ગુંડા / આપના ગાંધીનગર વોર્ડ નંબર ૩ના પ્રમુખ સાથે ભાજપના ઉમેદવારોની ગુંડાગીરી, કલેકટર કચેરીમાં જ માર્યો માર
આ આવાસ યોજનાનો ડ્રો તા.૩૧/૦૮/૨૦૨૦ ના રોજ માન. મુખ્યમંત્રી હસ્તે ઈ-ડ્રો કરવામાં આવેલ હતો. જ્યારે તા.૦૭/૦૪/૨૦૨૧ પહેલા તા.૦૩/૦૨/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં મહત્તમ આવક રૂ.૧,૧૯,૪૨,૫૮૪/- થયેલ હતી. આ ઉપરાંત તા.૦૫/૦૩/૨૦૨૧ના રોજ રૂ.૧,૦૫,૬૪,૫૬૬/- અને તા.૧૦/૦૩/૨૦૨૧ના રોજ રૂ.૧,૧૨,૩૫,૫૮૪/- તેમજ તા.૦૫/૦૪/૨૦૨૧ના રોજ રૂ.૧,૦૪,૮૮,૨૧૨/- આવક થયેલ હતી.
અંકુરમાં અગ્નિ કાંડ / કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, બાળકો ફસાયા
આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત ૨૬,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
Cricket / મીડિયાને પણ નહી મળે સ્ટેડિયમમાં એન્ટ્રી, IPL ની મેચ સ્ટેડિયમમાં નહી કરી શકે કવર
મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહના સીધા સુપરવિઝન હેઠળ આવાસ યોજના વિભાગ દ્વારા સમગ્ર વ્યવસ્થા કાર્યાન્વિત છે.પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ EWS – II, LIG તેમજ MIG આવાસ યોજનામાં જે લાભાર્થીઓને આવાસ ફાળવાયેલ છે પરંતુ લાભાર્થી હજુ સુધી એલોટમેન્ટ લેટર આવેલ નથી કે પ્રથમ હપ્તા ભર્યા નથી તેઓને તંત્ર દ્વારા તાત્કાલિક આવાસ યોજના વિભાગનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
