Not Set/ ભાગેડુ નીરવ મોદીના સહયોગી મિહિર આર ભણસાલી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર

ઈન્ટરપોલે અબજાપતિ જ્વેલર અને ભાગેડુ નીરવ મોદીના સહયોગી મિહિર આર ભણસાલી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે, પંજાબ નેશનલ બેંક સાથે જાડાયેલ બે અબજ ડોલરના નાણાં નિવારણ મામલામાં આ નોટિસ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય વોરન્ટના રુપમાં કામ કરતા આ નોટિસમાં જણાવાયુ છે કે, ભણસાલી (40) નાણાં નિવારણ મામલામાં વોન્ટેડ છે. અધિકારીઓએ જણાવ્યુ […]

Top Stories India
ajfhdskjfhkshfdslkjf ભાગેડુ નીરવ મોદીના સહયોગી મિહિર આર ભણસાલી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર

ઈન્ટરપોલે અબજાપતિ જ્વેલર અને ભાગેડુ નીરવ મોદીના સહયોગી મિહિર આર ભણસાલી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે, પંજાબ નેશનલ બેંક સાથે જાડાયેલ બે અબજ ડોલરના નાણાં નિવારણ મામલામાં આ નોટિસ જાહેર કરી છે.

આંતરરાષ્ટ્રીય વોરન્ટના રુપમાં કામ કરતા આ નોટિસમાં જણાવાયુ છે કે, ભણસાલી (40) નાણાં નિવારણ મામલામાં વોન્ટેડ છે. અધિકારીઓએ જણાવ્યુ કે, પ્રવર્તન નિર્દેશાલયના આદેશ પર નીરવ મોદીના જ્વેલરી ફર્મ ફાયરસ્ટાર ઈન્ટરનેશનલના સીઈઓ ભણસાલી વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે, મામલાની તપાસને આગળ ધપાવવા માટે ઈડીને ભંસાલીની જરુર છે. ઈડીએ વિશ્વ પોલીસને જણાવ્યુ કે, ભંસાલીના અમેરીકા, બ્રિટેન, હોંગકોંગ, ચીન અને યુએઈ જવાની શક્યતા છે.

રેડ કોર્નર નોટીસ જાહેર થયા બાદ ઈન્ટરપોલે પોતાના તમામ 192 સભ્ય દેશોથી ભંસાલીને અટકાયતમાં લેવા અથવા ધરપકડ કરવા જણાવ્યુ. થોડા સમય પહેલા ઈન્ટરપોલે નીરવ મોદી સામે પણ આજ પ્રકારની નોટિસ જાહેર કરી હતી. મહત્વનુ છે કે, નીરવ મોદી ભારતમાં 13 હજાર કરોડ રુપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી છે. તેમજ મામલામાં નીરવના સંબંધી મેહુલ ચોક્સી પણ સામેલ છે, જે પણ દેશ છોડી ફરાર થઈ ગયા છે.