રાજકીય/ પ્રદેશ ભાજપે મહિલા મોરચામાં કરી વિવિધ નિમણુંક

જેમાં મહિલા મોરચા પ્રદેશ કાર્યાલયના મંત્રીની નિમણૂંક કરાઈ છે. તેમજ જિલ્લા અને મહાનગરના પ્રભારીઓની પણ નિમણૂંક કરાઈ છે. ભાજપે ૧૩ જીલ્લામાં પ્રભારીની નિમણુક કરી છે.

Top Stories

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સુચના અનુસાર પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન દ્વારા રાજ્યમાં વિવિધ મહિલા મોરચાઓમાં નિમણુક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરાઈ છે. જેમાં મહિલા મોરચા પ્રદેશ કાર્યાલયના મંત્રીની નિમણૂંક કરાઈ છે. તેમજ જિલ્લા અને મહાનગરના પ્રભારીઓની પણ નિમણૂંક કરાઈ છે. ભાજપે ૧૩ જીલ્લામાં પ્રભારીની નિમણુક કરી છે.

તેજશ્રીબેન પટેલને સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે તેજશ્રી બેન મુળે કોંગ્રેસના છે અને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેર્યો હતો.

ગાંધીનગરની જવાબદારી ચંદ્રિકા બેન લીમ્બાચીયા ને સોંપવામાં આવી છે.  અમદાવાદની જવાબદારી કામિની બેન સોનીને સોંપવામાં આવી છે.