Gujarat News/ સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 લાખ લોકોનું સોલાર રુફટોપ માટે રજિસ્ટ્રેશન, જૂની સૂર્યઘર-નવી PM સૂર્યઘર યોજનાથી અઢી લાખ ઘરોમાં ફ્રી વીજળી

PM સૂર્યઘર યોજનાને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે

Top Stories Gujarat

Gujarat News : PGVCL હેઠળ આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 11 સર્કલમાં PM સૂર્યઘર યોજના હેઠળ 4 લાખથી વધુ લોકોએ સોલાર રૂફટોપ નાખવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. જેમાંથી 1 લાખથી વધુ લોકોએ સોલાર નાખવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાંથી 49,000થી વધુ લોકોના ઘરોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. જ્યારે જેતે એજન્સી દ્વારા સોલાર લગાવ્યા બાદ 20,000 લોકો સોલાર મીટરની રાહમાં છે. ઉત્તર ભારતની કાવડ યાત્રાને કારણે PGVCLના સોલાર મીટરના ટ્રક ફસાયા છે. જોકે, મેનેજર ડિરેક્ટરના કહેવા પ્રમાણે એક અઠવાડિયામાં સોલાર મીટર રાજકોટ આવી જશે. અહીંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં જે લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યાં સોલાર મીટર ફીટ થઈ જશે. અગાઉની સૂર્યઘર અને હવે નવી PM સૂર્યઘર યોજના થકી સોલાર રૂફટોપ ધરાવતા 2.50 લાખ લોકો પોતાના ઘરમાં ફ્રી વીજળી મેળવી રહ્યા છે.

PGVCLના મેનેજિંગ ડિરેકટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, PM સૂર્યઘર યોજનાને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઘરોમાં સોલાર રાખવામાં આવે તે માટેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં નવું સોલાર કેલ્ક્યુલેટર અમે લઈ આવ્યા છીએ. જેમાં ગ્રાહક દ્વારા બિલની રકમ નાખવામાં આવતા જ સોલાર કેલ્ક્યુલેટર એ કેલ્ક્યુલેટ કરીને કહી દેશે કે કેટલી કેપેસિટીનો સોલાર લગાવવામાં આવશે. અત્યાર સુધીમાં 4,33,598 રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, જેમાંથી 1,01,397 ગ્રાહકોએ સોલાર નંખાવવા માટેની અરજી કરેલી છે. જેમાંથી 49,421 ઘરોમાં સોલાર રૂફ ટોપ નંખાઈ ચૂક્યા છે.

જ્યારે PGVCL સાથે જોડાયેલી 306 કંપનીઓ દ્વારા લોકોના ઘરોમાં સોલાર રૂફટોપ નાખવામાં આવે છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 7 લાખ ગ્રાહકો સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે તેવો અમારો ટાર્ગેટ છે. જેમાંથી 70,107 રૂફ ટોપ ઇન્સ્ટોલ પણ થઈ ગયા છે. હજૂ PGVCL દ્વારા 20,000 મીટર લગાવવાના બાકી છે. સોલાર રૂફટોપ નાખવાના ટાર્ગેટ સામે ધારણા કરતા પણ ઘણો સારો પ્રતિસાદ મળેલો છે. વધુમાં વધુ લોકો સોલાર નંખાવે તો PGVCL નેટ ઝીરો તરફની પોતાની ગતિ ઝડપથી વધારી શકશે. જોકે, બાકી રહેલા મીટર એક અઠવાડિયામાં લોકોના ઘરમાં મૂકવામાં આવી દેશે. બહારથી મીટર આવ્યાં બાદ PGVCLની ટેસ્ટિંગ ટીમ મીટર તપાસે છે.

આ ઉપરાંત જે ઘરોમાં રૂફટોપ લગાવવામાં આવેલા છે, ત્યાં જેટલા વીજ યુનિટનો વપરાશ કરવામાં આવે છે તે ઉપરાંતના જેટલા યુનિટ વધે છે, તેની ક્રેડિટ ગ્રાહકોને આપવામાં આવે છે. જેમાં પ્રતિ યુનિટ રૂ. 2.25ની ક્રેડિટ ગ્રાહકના ખાતામાં જમા થાય છે. 2 મહિનાની વીજ બિલની સાયકલ હોય તો તેમાં જે મહિને ઓછો હોય તો તે મૂજબ ક્રેડિટ મળે છે. પહેલાં સૂર્યઘર અને હવે PM સૂર્યઘર યોજના લોન્ચ કરવામાં આવેલી છે. તો અત્યારે PGVCL હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના શહેર અને જિલ્લાઓમાં સોલારને કારણે અઢી લાખ લોકોનું વીજળીનુ બિલ ઝીરો આવે છે. હાલ રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, ભૂજ, અંજાર અને સુરેન્દ્રનગરમાં 20,000 જેટલા ગ્રાહકો વીજ મીટરની રાહમાં છે. જે બાબતે મેનેજિંગ ડિરેકટર શર્માએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં કાવડ યાત્રાને લીધે વીજ મીટરના ટ્રક રાજકોટ પહોંચી શક્યા નથી.

જોકે, ટૂંક સમયમાં આ ટ્રક રાજકોટ પહોંચી જશે. જેથી પ્રથમ રાજકોટ બાદ સૌરાષ્ટ્ર-કચ્છના 9 જિલ્લામાં સોલાર મીટર નાખવામાં આવશે.3.5 કિલો વોટમાં રૂ. 78 હજારની સબસીડી કેન્દ્ર સરકારની, PM સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગ્રાહકને રૂ. 78,000ની સબસીડી, 3.50 કિલો વોટની સોલાર પેનલ ફીટ કરાવે તો તેને 1,15,000નો ખર્ચ થાય અને તેમાંથી તેને કેન્દ્ર સરકાર રૂ. 78,000ની સબસીડી ગ્રાહકના સીધા ખાતામાં જમા થાય છે, પરંતુ મીટરના અભાવે 20,000થી વધુ ગ્રાહકો સબસીડીથી વંચીત રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત

આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું