Not Set/ નિયમિત કસરત બનાવી શકે છે તમને શારીરિક સમૃદ્ધ, ક્લિંક કરી જાણો

જો તમે ડિપ્રેશનથી પીડાતાં હશો તો તમને ચેન નહીં પડે. જો તમે ટેન્શનનાં ભોગ બન્યા હશો તો એને કારણે બીજા અનેક રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. ડાયાબિટીસ, અનિંદ્રા, બ્લડપ્રેશર, કેન્સર જેવા રોગોથી તમે પીડાતાં હશો તો પણ જીવન માણી શકશો નહીં. આપણે સૌ એ હકીકત જાણીએ છીએ કે શરીર સારું રહેતું હશે તો જ […]

Health & Fitness Lifestyle
નિયમિત કસરત બનાવી શકે છે તમને શારીરિક સમૃદ્ધ, ક્લિંક કરી જાણો

જો તમે ડિપ્રેશનથી પીડાતાં હશો તો તમને ચેન નહીં પડે. જો તમે ટેન્શનનાં ભોગ બન્યા હશો તો એને કારણે બીજા અનેક રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. ડાયાબિટીસ, અનિંદ્રા, બ્લડપ્રેશર, કેન્સર જેવા રોગોથી તમે પીડાતાં હશો તો પણ જીવન માણી શકશો નહીં.

jhjda નિયમિત કસરત બનાવી શકે છે તમને શારીરિક સમૃદ્ધ, ક્લિંક કરી જાણો

આપણે સૌ એ હકીકત જાણીએ છીએ કે શરીર સારું રહેતું હશે તો જ જીવનનો આનંદ સારી રીતે માણી શકાય. સારો એવો પૈસો હશે, સુખ-સાહ્યબી હશે એટલે કે ભૌતિક સંપત્તિથી તમે સમૃધ્ધ હશો પણ શારીરિક રીતે તમે સમૃધ્ધ નહીં હોવ તો તમે ભૌતિક સમૃધ્ધિને સારી રીતે ભોગવી શકશો નહીં.

walking નિયમિત કસરત બનાવી શકે છે તમને શારીરિક સમૃદ્ધ, ક્લિંક કરી જાણો

સાચું જ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શારીરિક રીતે સુખી રહેવું હોય તો વ્યાયામને જીવનનું અંગ બનાવવું જરુરી છે. પરંતુ આજનાં વ્યસ્ત જીવનમાં ચાલવા જવા માટે, રમતગમતમાં ભાગ લેવા માટેનો સમય ના મળતો હોય તથા પરાણે બાઠાડું જીવન ગાળવું પડતું હોય તેવા લોકો પણ જો નિયમિત રીતે અહીં દર્શાવેલો વ્યાયામ પોતાના ઘરમાં જ થોડા સમય માટે અથવા તો માત્ર સાત જ મિનિટ માટે કરે તો પણ તેમને અનેક પ્રકારનાં લાભ થઇ શકે છે. લંબાવવું તમારા બંને હાથ ઊંચા કરો ને પગનાં અંગૂઠા ઉપર ઊભા રહીને શરીરને જેટલું શક્ય હોય તેટલું ઉપરની તરફ લંબાવો.તમે છતને અડકવાનો પ્રયત્ન કરો. એક વખત કર્યા પછી હાથ નીચા કરી શિથિલનની સ્થિતિમાં આવી જાઓ, આ કસરતને ૧૦ વાર કરવી. ઝૂકવું પગને સીધા રાખી કમરથી શરીરને ઝૂકાવો, હાથ આગળ, નીચે તરફ હોય એમ માનો કે તમે જમીનને સ્પર્શ કરી રહ્યા છો. પ્રારંભમાં જમીનને સ્પર્શ કરવામાં મુશ્કેલી જણાશે પણ પ્રયાસ ચાલુ રાખજો. પછી સીધા શિથિલનની સ્થિતિમાં ઊભા રહો ને આનું પુનરાવર્તન કરો.

pushup dumbbells 1280 નિયમિત કસરત બનાવી શકે છે તમને શારીરિક સમૃદ્ધ, ક્લિંક કરી જાણો

આ વ્યાયામ પણ ૧૦ વાર કરો. આ વ્યાયામ આરામપૂર્વક કરવો એટલે કે વધુ પડતા ઝાટકાથી ના કરવો. ધડને ઘુમાવવું હાથને બગલની દિશામાં પૂરેપૂરા પ્રસારીને પોતાના ધડને ડાબી બાજુ ફેરવવું. પછી જમણી બાજુ, પોતાની કમર ઘુમાવીને ધડને ડાબી બાજુથી જેટલું શક્ય હોય તેટલું પાછલી બાજુએ લઇ જવું. પછી પહેલાંની સ્થિતિમાં આવી જવું. આ મુજબ કમર જમણી બાજુ ઘુમાવીને જેટલું શક્ય હોય તેટલું ધડ પાછલી બાજુએ લઇ જવું. ૧૦ વાર કરવું. થાપાનો વ્યાયામ થાપા પર હાથ રાખો ને શરીરનાં મધ્ય ભાગને એવી રીતે ફેરવો કે ખભા એ જ સ્થિતિમાં રહે, થાપાને પહેલાં ડાબી બાજુ લઇ જાઓ પછી જમણી બાજુ. આ વ્યાયામ પણ ૧૦ વખત કરવો.