Beauty/ ઓછા સમયમાં પરફેક્ટ લુક અપાવતી મેકઅપ ટીપ્સ

ઘણીવાર મેકઅપ કીટ હોવા છતાં, થોડીક ભૂલો સંપૂર્ણ મેકઅપ બગડી દે છે. આવી સ્થિતિમાં, આવામાં ખુબ જ જરૂરી છે કે મેકઅપ કરતા પહેલા તમે બેસિક બાબતોની કાળજી લેવી. આવો, જાણીએ  મેકઅપ કરવાના સ્ટેપ-

Fashion & Beauty Lifestyle
a 294 ઓછા સમયમાં પરફેક્ટ લુક અપાવતી મેકઅપ ટીપ્સ

ઘણીવાર મેકઅપ કીટ હોવા છતાં, થોડીક ભૂલો સંપૂર્ણ મેકઅપ બગડી દે છે. આવી સ્થિતિમાં, આવામાં ખુબ જ જરૂરી છે કે મેકઅપ કરતા પહેલા તમે બેસિક બાબતોની કાળજી લેવી. કોઈ ખાસ પ્રસંગે તમારા લુકમાં નિખાર લાવવા માટે ટ્રાય કરો કેટલીક બ્યૂટિ ટિપ્સ, જે અજમાવીને તમે પણ બની શકો છો બ્યૂટિ ક્વીન.

સામાન્ય રીતે યુવતીઓ એવું માનતી હોય છે કે પરફેક્ટ મેકઅપ લુક માટે મોંઘા પ્રોડક્ટસની જરૂર પડે છે. પરંતુ એવું જરા પણ નથી. પરફેક્ટ મેકઅપ લુક માટે વધારે ખર્ચો કરવો પડે તે જરૂરી નથી. કેટલીક ટીપ્સ ફોલો કરવાથી પણ તમે તમારા લુકને અભિનેત્રી જેવો બનાવી શકો છો. તો જાણી લો આજે મેકઅપ માટેની સરળ ટીપ્સ.

ચહેરો ફેસવોશ અથવા માઈલ્ડ સાબુથી ધોઈ લો

સૌ પ્રથમ, ચહેરાની ધૂળ અને નમી દૂર કરવા માટે તમારા ચહેરાને ફેસવોશ અથવા માઈલ્ડ સાબુથી ધોઈ લો. આ પછી, હથેળી અથવા નરમ રૂમાલથી ચહેરાને સાફ કરી લો.

Which Face Wash Is Best - Skin Care - Garnier

ક્રીમ અથવા લોશન લગાવો

ચહેરા પર કોઈપણ લોશન અથવા ક્રીમ લગાવ્યા વિના ક્યારેય મેકઅપ ન લગાવો. જો તમારી ત્વચા તૈલી હોય તો એલોવેરા જેલ પણ લગાવી શકાય છે.

ગોળ ચહેરાવાળી શોખીન મહિલા ખૂબસૂરત દેખાવવા માટે આ રીતે મેકઅપ કરજો.. - ફક્તગુજરાતી

ફાઉન્ડેશન

લિક્વિડ ફાઉન્ડેશનના બદલે ફાઉન્ડેશન સ્ટીકનો ઉપયોગ કરો. મેકઅપ સ્પન્જને પાણીમાં બોળી લો અને પછી તેને સ્ક્વિઝ કરો. હવે ફાઉન્ડેશનને ચહેરા પર સારી રીતે ફેલાવો જેથી સ્પોટ્સ છુપાઈ જાય. ભીના સ્પન્જથી ફાઉન્ડેશન સરળતાથી ચહેરા પર સ્પ્રેડ થાય છે.

ઓઈલી સ્કીન માટે કેવું ફાઉન્ડેશન વાપરવું? | નવગુજરાત સમય

આઇલાઈનર

આઇલાઈનર લગાવવામાં ઘણો સમય લાગે છે કારણ કે જો થોડો હાથ હળવા લાગે તો લાઈન ખરાબ થઇ જાય છે.. તેને સહેલાઇથી લગાવ માટે અઈલેશની બરાબર ઉપર ડોટ્સ બનાવી લો,આથી સીધી રેખા દોરવાનું સરળ બનશે અને તેવામાં ઓછો સમય પણ લાગશે.

These 3 Easy WINGED EYELINERS FOR HOODED EYES are a must try!! - YouTube

આઇશેડો

આઇશેડો પર મહેનત કરવાની નથી, તો તમે જે પણ લિપસ્ટિક લગાવવાના છો તેનાથી નાનું સર્કલ આઇલિડ્સ પર બનાવો અને તેને ભરી લો. તે પછી, તેને તમારી રિંગ આંગળીથી ફેલાવો. જો તમને આઇશેડો લગાવવાનું પસંદ નથી, તો પછી તમે આ સ્ટેપ છોડી પણ શકો છો.

ટ્રેન્ડી મેકઅપ | sahiyar magazine Trendy makeup 20 march 2018 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

 મસ્કરા

જો તમે ઇચ્છો છો કે મસ્કરા ફેલાય નહીં, તો પછી એક નાનો બાઉલ લો અને તેનથી આઇલિડ્સ વાળો ભાગ ઢાંકી દો. હવે સરળતાથી પાપણ પર મસ્કરા લગાવો.

શ્રેષ્ઠ મસ્કરા 2013

લિપસ્ટિક

હળવા હાથથી સીધા ખૂણા પર લિપસ્ટિક લગાવો, પછી બાકીનાને હોઠની વચ્ચે લગાવો.

ફક્ત હોઠ જ નહિ આંખની પણ સુંદરતા વધારે છે રેડ લિપસ્ટિક

આ પણ વાંચો : આ લગ્નની સિઝનમાં બનવા જઈ રહ્યા છો દુલ્હન? આ 5 ઘરેલું ઉપાય ચહેરા પર લાવશે ગ્લો

આ પણ વાંચો : ડાર્ક સર્કલથી છો પરેશાન? તો ટ્રાય કરો આ સરળ ઘરેલું ઉપાય

આ પણ વાંચો : મલાઇની નથી કોઇ સાઇડ ઇફેક્ટ, તમારા ચહેરાની થઈ જશે કાયાપલટ

આ પણ વાંચો : ડોક્ટર્સને નહીં પણ મિત્રોને મળવાથી થશે આ ફાયદો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…