Business/ રિલાયન્સ-ફ્યુચર ડીલ: ક્રિમિનલ કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે એમેઝોન, જાણો શા માટે

એક વર્ષથી વધુ સમયથી, એમેઝોન અને ફ્યુચર ગ્રુપ કાનૂની અવરોધમાં છે. એમેઝોનના કારણે ફ્યુચર અને રિલાયન્સ રિટેલની લગભગ 24000 કરોડ રૂપિયાની ડીલ પર અડચણ છે.

Business
ફ્યુચર

અમેરિકન કંપની એમેઝોન આ અઠવાડિયે તેના ભારતીય ભાગીદાર ફ્યુચર રિટેલ સામે ક્રિમિનલ કેસ દાખલ કરી શકે છે. આ બાબતની જાણકારી ધરાવતા ત્રણ સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં મોટા હરીફને સંપત્તિ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવા માટે કેસ દાખલ થઈ શકે છે.

એક વર્ષથી વધુ સમયથી, એમેઝોન અને ફ્યુચર ગ્રુપ કાનૂની અવરોધમાં છે. એમેઝોનના કારણે ફ્યુચર અને રિલાયન્સ રિટેલની લગભગ 24000 કરોડ રૂપિયાની ડીલ પર અડચણ છે. એમેઝોને અમુક કરારોના ભંગને ટાંકીને 2020 થી ફ્યુચર્સ દ્વારા સંપત્તિના વેચાણને સફળતાપૂર્વક અટકાવ્યું છે. તમને યાદ આપવી દઈએ કે, ફ્યુચર ભારતમાં બીજા નંબરની સૌથી મોટી રિટેલર છે. કંપની કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કરી રહી છે.

રિલાયન્સ ફ્યુચરના સ્ટોર્સને રિબ્રાન્ડ કરવાનું કર્યું શરૂ  

રોઇટર્સે આ અઠવાડિયે અહેવાલ આપ્યો છે કે રિલાયન્સે લગભગ 500 ફ્યુચર સ્ટોર્સને તેના આઉટલેટ્સ તરીકે રિબ્રાન્ડ કરવાનું શરૂ કર્યું છે. રિલાયન્સે અગાઉ ફ્યુચરના કેટલાક મોટા સુપરમાર્કેટના લીઝ તેના નામે ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ ફ્યુચરને તેનું સંચાલન ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્યુચર ભાડું ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ રિલાયન્સે હવે તેમને લેવાનું શરૂ કર્યું છે.

એમેઝોન નવી દિલ્હીની અદાલતમાં ફ્યુચર સામે ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરવાની યોજના ધરાવે છે અને અદાલતને આ બાબતે તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચો :પેડલ વગર ચાલશે દેશી સાઇકલ,અદભૂત આવિષ્કાર જોઇને આનંદ મહિન્દ્રાએ રોકાણની કરી ઓફર

આ પણ વાંચો :શરેબજારમાં કડાકા સાથે સેન્સેક્સ 700 અંક તૂટ્યો,નિફટી પણ 200 પોઇન્ટનો ઘટાડો

આ પણ વાંચો :માઈક્રોસોફ્ટ ચીફ સત્ય નડેલાના પુત્રનું 26 વર્ષની વયે નિધન, જાણો તે કઈ બીમારીનો હતો શિકાર

આ પણ વાંચો :BharatPeના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે આપ્યું રાજીનામું,મને કંપની છોડવાની ફરજ પાડવામાં આવી