દિલ્હીમાં શરૂ થયેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી) 2019 નાં કાર્યક્રમમાં રિલાયન્સ Jioએ વિશ્વની પ્રથમ નેટિવ વીડિયો કોલ અસિસ્ટન્ટ (બotટ) સેવા રજૂ કરી હતી. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સેવા છે, જે 4 G ફોન પર જ કામ કરશે. આ માટે, યૂઝર્સે વીડિયો કોલિંગ માટે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર રહેશે નહીં. Jio વોઇસ કોલ અસિસ્ટન્ટ કસ્ટમર સપોર્ટ અને કસ્ટમર કોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવી શકે છે.
રિલાયન્સ Jio એ ગ્રાહકોને એન્ગેજ કરતુ એક નવીન વીડિયો સોલ્યુશન યુ.એસ. ટેલિકોમ કંપની રેડિસિસની સાથે તૈયાર કર્યું છે. રેડિસિસ વિશ્વભરમાં ટેલિકોમ સોલ્યુશન આપવા અને સર્વિસ પ્રોવાઇડર્સમાં અગ્રેસર છે. આપને જણાવી દઇએ કે Jio વીડિયો બોટ લોકોનાં પ્રશ્નો સાંભળવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ દ્વારા, તે યૂઝર્સને એક ઉત્તમ જવાબ આપે છે. બોટ પોતાના જવાબને સુધારવા માટે ઓટો લર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.
તમે વીડિયો કોલ કરવા માંગતા હો તે વ્યક્તિનો મોબાઇલ નંબર ડાયલ કરો. હવે વીડિયો કોલ આઇકોન પર ક્લિક કરો. તમારું વીડિયો કોલિંગ શરૂ થઇ જશે. આ માટે, યુઝર્સનાં ફોનમાં 4 G સર્વિસ હોવી જરૂરી છે. ઘણા બધા વિકલ્પો વીડિયો કોલનાં નીચે મળશે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્ય કરશે. એટલે કે, કોલ દરમિયાન, તમે સર્ચ, શોપિંગ,બિઝનેસ જેવા ઘણા કાર્યો સરળતાથી કરી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.