જનતાને રાહત મળશે ખરી?/ ભારત માટે રાહતના સમાચાર; 80 ડોલર પ્રતિ ડોલર નીચે સરક્યું ક્રૂડ ઓઇલ

ડિસેમ્બર 2023 સુધી ઉત્પાદન ઘટાડવાના સાઉદી અરેબિયાના નિર્ણય અને રશિયાના સપ્લાયમાં કાપ પછી ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $ 97 પર પહોંચી ગઈ હતી

India

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક મહિનો વીતી ગયો છે. આમ છતાં કાચા તેલની કિંમત બે મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 80 ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયું છે. ભારત સહિત તે તમામ દેશો જે ક્રૂડ ઓઈલના મોટા આયાતકાર છે તેમને કિંમતોમાં ઘટાડાથી સૌથી મોટી રાહત મળી છે.

વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલ (WTI ક્રૂડ ઓઈલ)ની કિંમત 2 ટકા ઘટીને બેરલ દીઠ $80 ની નીચે $79.20 પ્રતિ બેરલ થઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે અને તે 2.04 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 83.44 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.

ડિસેમ્બર 2023 સુધી ઉત્પાદન ઘટાડવાના સાઉદી અરેબિયાના નિર્ણય અને રશિયાના સપ્લાયમાં કાપ પછી ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $ 97 પર પહોંચી ગઈ હતી. આ પછી થોડી નરમાઈ આવી અને ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે કાચા તેલની કિંમતો ફરીથી વધવા લાગી. વૈશ્વિક રાજકીય તણાવ વધ્યા બાદ ક્રૂડ ઓઇલ ફરી બેરલ દીઠ $90ને પાર કરી ગયું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી RBIને મોટી રાહત મળશે. આરબીઆઈએ ઓક્ટોબરમાં રજૂ કરેલી નાણાકીય નીતિમાં કહ્યું હતું કે આગામી દિવસોમાં ફુગાવો અલ નીનોની સ્થિતિ વૈશ્વિક ખાદ્યપદાર્થોની કિંમતો અને ઊર્જાની કિંમતો પર નિર્ભર રહેશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ બાહ્ય કારણોસર છે. આવી સ્થિતિમાં આ તમામ ડેટા પર ચાંપતી નજર રાખવાની જરૂર છે.

આ પણ વાંચો- સુરત ખાનગી ટ્રાવેલ્સના પ્રમુખ દિનેશ અણઘડ સામે ખંડણી માંગ્યાની ફરિયાદ

આ પણ વાંચો- કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો અકસ્માતમાં આબાદ બચાવ, એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને Facebook, Twitter,  WhatsApp, Telegram, Instagram, Koo, YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.