Not Set/ દિવાળી 2019/ લાભ પાંચમે શ્રી સુકતનો પાઠ કરી કરો ધંધાની શરૂઆત,જાણો શ્રેષ્ઠ મુહૂર્ત

દિવાળી પર્વનો છેલો દિવસ એટલે લાભ પાંચમ જેને લાખેણી પાંચમ અને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. વેપાર શરૂ કરવા માટે આ દિવસ ખૂબ શુભ દિવસ ગણાય છે. આ ઉપરાંત જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ આ દિવસે કરી શકે છે.આ દિવસે નવા ચોપડામાં […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahia 4 દિવાળી 2019/ લાભ પાંચમે શ્રી સુકતનો પાઠ કરી કરો ધંધાની શરૂઆત,જાણો શ્રેષ્ઠ મુહૂર્ત

દિવાળી પર્વનો છેલો દિવસ એટલે લાભ પાંચમ જેને લાખેણી પાંચમ અને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. વેપાર શરૂ કરવા માટે આ દિવસ ખૂબ શુભ દિવસ ગણાય છે.

આ ઉપરાંત જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ આ દિવસે કરી શકે છે.આ દિવસે નવા ચોપડામાં પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.  વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે.

આ દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ , ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.

લાભ પાંચમના મુહૂર્ત 

શુભ ચોઘડિયા મુહૂર્ત

સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) = ૦૬:૩૭ – ૧૦:૪૨

બપોરે મુહૂર્ત (શુભ) = ૧૨:૦૪ – ૧૩:૨૬

બપોરે મુહૂર્ત (ચલ) = ૧૬:૧૦ – ૧૭:૩૨

રાત્રિ મુહૂર્ત (લાભ) = ૨૦:૪૯ – ૨૨:૨૭

રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) = ૨૪:૦૫ – ૨૮:૫૯